ભાવનગરમાં કોરોનાના વળતા પાણી, વેક્સિનેશનની પ્રક્રિયા બની ઝડપી

કોરોનાની જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અને છેલ્લા સાત દિવસની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં 10 તાલુકાઓમાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી.

ભાવનગરમાં કોરોનાના વળતા પાણી, વેક્સિનેશનની પ્રક્રિયા બની ઝડપી
The process of vaccination in Bhavnagar became faster

ભાવનગર (Bhavnagar) જિલ્લાના 10 તાલુકાઓમાં હવે રસીકરણની (Vaccination) પ્રક્રિયા ઝડપી બની ગઇ છે. ગયા સપ્તાહમાં જિલ્લામાં કુલ 44, 227 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી તો આ સપ્તાહે તે વધીને આંકડો 58, 787 પર પહોંચ્યો  છે. એટલે કે એક સપ્તાહમાં કુલ 14,560 થી વધુ રસી આપવામાં તંત્રને સફળતા મળી છે. ટકાવારીની દ્રષ્ટિએ જિલ્લામાં એક સપ્તાહમાં ૩૩ ટકાનો વધારો થયો છે.

ત્યારે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો એક સપ્તાહમાં 10 તાલુકાઓમાં કોરોનાનો એક પણ નવો કેસ સામે નોંધાયો નથી. છેલ્લા સાત દિવસમાં ભાવનગર શહેરમાં કોરોનાના ફક્ત બે જ કેસ નોંધાયા છે. આમ ભાવનગર શહેર અને જિલ્લામાં રસીકરણમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં હવે કોરોના રસીકરણમાં ઝડપ આવી રહી છે. જોકે સરકાર તરફથી મળતી તમામ વેક્સિન રોજેરોજ વપરાય જાય છે. અને સપ્તાહમાં સાત દિવસ પૈકી માત્ર પાંચ જ દિવસ રસીકરણ થયુ હોવા છતાં ગયા સપ્તાહની તુલનામાં આ સપ્તાહે રસીકરણમાં 32.92 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

ભાવનગર જિલ્લામાં કુલ રસીકરણમાં 13,89,772 નો લક્ષ્યાંક છે. અને તેની સામે 5,16,374 એટલે કે 37 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે એટલે કે હજી ત્યાં 63 ટકા લોકોને પ્રથમ ડોઝ લેવાનો બાકી છે.

જ્યારે કુલ 1,57,429 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. એટલે બીજા ડોઝમાં હજી સેંકડો લોકો રસીથી વંચિત છે. ત્યારે રસીકરણની પ્રક્રિયામાં ઝડપ આવતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. હાલમાં ત્રીજી લહેરની જ્યારે ચર્ચાઓ શરૂ છે ત્યારે રસીકરણ એક સૌથી મોટો ઉપાય છે.

ત્યારે વધારેમાં વધારે લોકો રસી મુકાવે એ જરૂરી છે. ભાવનગર જિલ્લામાં આવી જ રીતે રસીકરણમાં લોકોની જાગૃતતા રહેશે તો ભાવનગર શહેર અને જિલ્લામાં રસીકરણનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકે છે.

કોરોનાની જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અને છેલ્લા સાત દિવસની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં 10 તાલુકાઓમાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. ખાસ કરીને ગામડાઓમાં પણ એક પણ કેસ સામે આવ્યો નથી, આથી જ તાલુકા ગ્રામ્યના તમામ વિસ્તાર કોરોના મુક્ત થયા છે.

ત્યારે એક સપ્તાહ દરમિયાન ભાવનગર શહેરમાં કોરોના નવા બે કેસ નોંધાયા છે. અને હાલ શહેરમાં ત્રણ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે ભાવનગર શહેર-જિલ્લામાં આજ સુધીમાં વિતેલા 26 દિવસમાં માત્ર 21 નવા પોઝિટિવ કેસ મળ્યા છે અને તેની સામે 129 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આથી ભાવનગર શહેર જિલ્લામાં કોરાનાની બીજી લહેર લગભગ શાંત થઈ ગઈ છે તેવું કહી શકાય.

 

આ પણ વાંચો – વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા! ગુરુના ચંદ્ર ગેનીમેડ પર મળ્યા પાણીની વરાળના પુરાવા, નાસાના હબલ ટેલિસ્કોપની મળી મદદ

Click on your DTH Provider to Add TV9 Gujarati