Bhavnagar : મંથરગતિએ નવા બની રહેલા ઓવરબ્રિજને કારણે લોકોને ભારે હાલાકી

Bhavnagar : શહેરમાં પહેલા જ વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી હતી. તો હવે નવા બની રહેલા ઓવરબ્રિજને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2021 | 9:56 AM

Bhavnagar : ભાવનગર શહેરમાં દર ચોમાસામાં એક નવી સમસ્યા સામે આવે છે. થોડા દિવસ પહેલા પહેલા વરસાદએ પ્રિ-મોન્સૂન(Pre-monsoon) કામગીરીની પોલ ખોલી હતી. આવીજ એક સમસ્યા હાલ મનપાના આયોજનના અભાવને કારણે સામે આવી છે. ભાવનગર શહેરના પ્રવેશદ્વાર કહીં શકાય તે મુખ્ય રસ્તા પર હાલમાં ઓવરબ્રિજનું કામ (construction of a new overbridge) ચાલી રહ્યું છે. જેને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ભાવનગર મહાનગરપાલિકામાં (Bhavnagar Municipal Corporation) છેલ્લી 5 ટર્મથી ભાજપનું શાસન છે. અનેક વર્ષોની માંગણી બાદ ભાવનગર શહેરના લોકોનું ઓવરબ્રિજનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. ભાવનગર શહેરમાં હાલમાં પ્રવેશદ્વાર સમા મુખ્ય રોડ પર આરટીઓ સર્કલથી દેસાઈ નગર સુધી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. જેને લઈને રસ્તાની વચ્ચે કામ શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને બન્ને બાજુ બેરીકેટ મારીને બન્ને સાઈડ વાહન ચાલે તે માટે રસ્તો રાખેલ છે.

બીજી તરફ ચોમાસુ હોવાને લીધે પાણી ભરાવા સહિતના પ્રશ્નો ઉભા થવા પામેલ છે. રોડ બન્ને બાજુ રસ્તો નાનો થઈ ગયો હોવાથી આ રોડ પર ભારે ટ્રાફિકજામ થાય છે અને અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. જેને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આ રસ્તા પર અનેક હીરાના કારખાના આવેલા છે. મુખ્ય રોડ હોવાને લીધે ખૂબ મોટી સંખ્યામાં વાહનોની અવર જવર રહે છે. જેને લઈને શહેર ખૂબ મોટો ટ્રાફિક જામ થાય છે. મનપાના શાસકો અને અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે રોડની બન્ને બાજુ રેલવે વિભાગની જગ્યા છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે. જો ટેમ્પરરી બન્ને બાજુ રેલવે વિભાગ દ્વારા રોડની જગ્યા આપવામાં આવે તો આ ઓવરબ્રિજનું કામ પણ ના અટકે અને લોકોની સમસ્યાનું નિરાકરણ આવે.

આ સાથે જ વાહનો સરળતાથી અવર જવર કરી શકે. પરંતુ મહાનગરપાલિકાના શાસકોને લોકોની તકલીફની કોઈ પણ નોંધ જ ના હોય તેવી સ્થિતિ સર્જાણી છે. એકબાજુ ટૂંકો રોડ ટ્રાફિકજામ, ચોમાસુ અને પાણી ભરાવવા જેવી સમસ્યાથી લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે.

આ સમસ્યા અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, રેલવે વિભાગ સાથે ચર્ચા શરૂ છે તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ આવશે અમુક રસ્તા પર ટ્રાફિક ડાઇવર્ટ કરાશે અને રસ્તા પરના ખાડાઓ બુરવામાં આવશે.  જ્યારે કોંગ્રેસે ભાજપની આયોજન વગરની કામગીરીનું આ ઉત્તમ ઉદાહરણ આ સમસ્યા છે તેવું જમાવ્યું હતું.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">