Bhavnagar મામલતદાર કચેરીએ દાખલા કઢાવવા લોકોની લાંબી લાઈનો, કોરોના ગાઈડ લાઇનનો ભંગ

જેમાં ભાવનગર મામલતદાર કચેરીની ઓફિસમાં આવકના દાખલા, જાતિના દાખલા, ઇડબલ્યુએસ, નોન ક્રિમિનલ સહિતના દાખલો કઢાવવા માટે લોકોને મામલતદાર કચેરીમાં આવવું પડે છે.

Bhavnagar મામલતદાર કચેરીએ દાખલા કઢાવવા લોકોની લાંબી લાઈનો, કોરોના ગાઈડ લાઇનનો ભંગ
Bhavnagar Mamlatdar office long queue of people to get Certificate breaks Corona guide line
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Aug 17, 2021 | 9:40 PM

ભાવનગર શહેરની મામલતદાર ઓફિસમાં મંગળવારે એક હજારથી વધુ લોકો અલગ-અલગ દાખલા કઢાવવા માટે આવ્યા હતા. જે હાલના સમયમાં ખૂબ જ ચિંતાજનક કહી શકાય. કારણ કે હાલ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની ચિંતા સતાવી રહી છે. ત્યારે સરકારી કચેરીમાં આટલી મોટી સંખ્યામાં એકત્ર થતી ભીડને કાબૂમાં રાખવામાં વહીવટીતંત્રએ વિચારવું જોઇએ.

જેમાં ભાવનગર મામલતદાર કચેરીની ઓફિસમાં આવકના દાખલા, જાતિના દાખલા, ઇડબલ્યુએસ, નોન ક્રિમિલિયર સહિતના દાખલા કઢાવવા માટે લોકોને મામલતદાર કચેરીમાં આવવું પડે છે. સરકાર દ્વારા ઓનલાઇન દાખલા કઢાવવા માટેની વ્યવસ્થા તો કરવામાં આવી છે પરંતુ હંમેશાંની માફક સર્વર ડાઉન હોય છે અથવા તો કોઈને કોઈ કારણોસર એપ્લાય થઈ શકતું નથી તેવી અનેક ફરિયાદો દાખલા કાઢવા માટે આવતા લોકો કરી રહ્યા છે.

ભાવનગર મામલતદાર કચેરીમાં માત્ર અલગ-અલગ ચાર (બારી) ઓફિસ જ આમ નાગરિકોને દાખલા કઢાવવા માટે કાર્યરત છે જેમાં સાત ઓપરેટર નિયંત્રણ કરી રહ્યા છે. કોરોના મહામારીમાં એક વ્યક્તિને દાખલો કઢાવવા માટે એક કલાકથી વધુ સમય થઇ જાય છે, આજે સવારે જ મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રો પર દાખલા કઢાવવા માટે લોકોના ટોળેટોળા ઓફિસની બહાર એકઠા થયા હતા.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

હાલ કોરોના મહામારીમાં સરકાર દ્વારા જરૂરી દાખલા કઢાવવા માટે અન્ય કોઈ વેકલ્પિક વ્યવસ્થા શરૂ કરવામાં આવે તો ભીડ પર નિયંત્રણ મેળવી શકાય તેમ છે. પરંતુ ભીડને જોતા લાગી રહ્યું છે કે મામલતદાર કચેરીમાં કોરોના સંક્રમણ ફેલાવવાનું કોઈ ડર જ રહ્યો નથી. હાલની સ્થિતિમાં સરકારી કચેરીમાં જ આવી રીતના ભીડ એકઠી થશે તો કોરોના પર નિયંત્રણ કેવી રીતે મેળવી શકાશે તે પણ પ્રશ્ન છે.

મામલતદાર કચેરીમાં ભીડ પર નિયંત્રણ રાખી શકાય માટે પોલીસ અને હોમગાર્ડના જવાનો પણ રાખવામાં આવ્યા છે. તેમ છતાં પણ લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેર્યા વગર નજરે જોવા મળી રહ્યાં હતા. આ બાબતે સરકારે ગંભીરતાપૂર્વક વિચારી અન્ય કોઈ દાખલા કાઢવા માટેની જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ તેવી લોકોની માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો : GANDHINAGAR : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં યોજાવાની શક્યતા

આ પણ વાંચો :  Afghanistan War Latest Update: અફઘાનિસ્તાનથી પરત ફરેલા ભારતીય રાજદૂતે ત્યાંની પરિસ્થિતિ જણાવી, કહ્યું કે ફસાયેલા ભારતીયોને ભુલ્યા નથી

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">