Bhavnagar : ભાદરવી અમાસે કોળિયાક ગામમાં પિતૃતર્પણ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટયા, કોરોના ગાઇડલાઇનનો ભંગ

ભાવનગરથી 30 કિલોમીટર દૂર આવેલું કોળિયાક ગામ અને અહીં સમુદ્રમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવની શિવલિંગના દર્શન કરવા એક લ્હાવો છે. આ શિવલિંગ ઉપર દિવસમાં બે વખત આમ તો સમુદ્ર જળ અભિષેક કરે છે.

Bhavnagar : ભાદરવી અમાસે કોળિયાક ગામમાં પિતૃતર્પણ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટયા, કોરોના ગાઇડલાઇનનો ભંગ
Bhavnagar: In Bhadarvi Amas, a large number of people gathered in Koliyak village for patriarchy
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Sep 07, 2021 | 8:31 AM

ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે સમુદ્રની વચ્ચે આવેલા નિષ્કલંક મહાદેવના મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે ભાદરવી અમાસના દિવસે મેળો ભરાયો છે. અને અહીં સમુદ્ર સ્નાન તેમજ અસ્થિ પધરાવવા માટેનું અનેરું મહત્વ છે. જોકે છેલ્લા બે વર્ષથી અહીં કોરોનાના કારણે મેળો ભરાતો નથી.

પરંતુ તેમ છતાં અહીં હજારોની સંખ્યામાં લોકો પિતૃતર્પણ અને અસ્થિ પધરાવવા માટે ધાર્મિક વિધિ કરવા જરૂરથી આવ્યા હતા, અને તે મુજબ અહીં મોટી સંખ્યામા લોકો ઉમટ્યા હતા. અને પવિત્ર સ્નાન કરીને પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. પોલીસે અનેક રસ્તાઓ ઉપર બેરીકેટ લગાવ્યા હતા. અને અસ્થી પધરાવવા આવેલ બે લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો, અને અનેક લોકોએ સ્નાન કરી અસ્થી પધરાવી પિતૃ તર્પણ પણ કર્યું હતું. અને સૌથી પ્રથમ ધજા ભાવનગર સ્ટેટ પરિવાર દ્વારા ચડાવવામાં આવી હતી.

ભાવનગરથી 30 કિલોમીટર દૂર આવેલું કોળિયાક ગામ અને અહીં સમુદ્રમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવની શિવલિંગના દર્શન કરવા એક લ્હાવો છે. આ શિવલિંગ ઉપર દિવસમાં બે વખત આમ તો સમુદ્ર જળ અભિષેક કરે છે. અને દિવસમાં બે વખત ઓટના સમયે લોકો અહીં દરિયામાં 1.5 કિલોમીટર ચાલીને જઈને આ શિવલિંગના દર્શન કરે છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

અહીં દરિયાકિનારે અનેક શિવ મંદિરો અને દેવીઓના મંદિર આવેલા છે. જેમાં સૌથી પ્રાચીન મંદિર નિષ્કલંક મહાદેવનું મંદિર માનવામાં આવે છે. ભાવનગરમાં કોળિયાક ખાતે આ આવેલા મંદિરે ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે. આ મેળામાં ગુજરાત અને દેશભરમાંથી લાખો લોકો પવિત્ર સ્નાન માટે આવે છે.

અહીં અમાસના આગળના દિવસે રાજવી પરિવાર દ્વારા ધ્વજ પૂજન નિલમબાગ પેલેસ ખાતે કરીને તેમના પ્રતિનિધિઓને આ ધ્વજા સોંપવામાં આવે છે. આ વર્ષે કોરોના હજુ ચાલુ હોવાથી મેળો રદ કરવામાં આવ્યો હતો. પરંતુ લોકોની આસ્થાના કારણે હજારો લોકો અહીં દર્શન માટે આવ્યા હતા. સૌ પ્રથમ ધજા ચડાવવા માટે ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજ સિંહજી ખાસ હાજર રહ્યા હતા. આ વિસ્તારના ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકીના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર દિવ્યેશ સોલંકી પણ પૂજા અર્ચનામાં જોડાયા હતા.

ભાવનગરના કોળિયાક ખાતે ગામથી 3 કિલોમીટર દૂર દરિયો આવેલ છે. અને ઇતિહાસ પ્રમાણે અહીં દરિયામાં પાંચેય પાંડવોએ અલગ-અલગ રીતે શિવલિંગની સ્થાપના કરી હોવાનું મનાઈ છે. અહીં ભાદરવી અમાસના દિવસે સમુદ્ર સ્નાનનું અનેરું મહત્વ છે. આમ તો શ્રવણ માસ ઉપરાંત અન્ય દિવસોમાં પણ લોકો સમુદ્ર સ્નાન માટે મોટી સંખ્યામાં આવે છે. આ શિવલિંગ 5000 વર્ષ જૂનું હોવાનું મનાઈ છે.

અહીં છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે ભાદરવીનો મેળો યોજાતો નથી. પરંતુ જયારે આ મેળો યોજાયા ત્યારે તેની રોનક અલગ હોઈ છે. અહીં સમુદ્ર સનાન માટે મોટી સંખ્યામા લોકો આવતા હોઈ તંત્ર દ્વારા બોટ ,તરવૈયાઓ તેમજ પોલીસનો ચુસ્ત બન્દોબસ્ત ગોઠવવામાં આવે છે.

આમતો કલેકટર દ્વારા આ વર્ષે મેળો નહીં યોજાઈ તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. માત્ર અસ્થી પધરાવવા લોકોને દરિયામાં જવા દીધા હતા. આમ છતાં મોટી સંખ્યામા બહાર ગામથી લોકો અસ્થિ વિસર્જન માટે આવ્યા હતા. અને તમામ માર્ગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">