Bhavnagar Hospital Fire: રાજ્યની વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગથી અફરાતફરી, ભાવનગરની સમર્પણ હોસ્પિટલની આગમાં 18 દર્દી બચાવી લેવાયા

Bhavnagar Hospital Fire: રાજ્યની વધુ એક કોવિડ હોસ્પિટલમાં લાગી આગ. ઘટના છે ભાવનગરના કાળુભા રોડ પર આવેલી સમર્પણ હોસ્પિટલની. જ્યાં મોડી રાત્રે આગ લાગતાં અફરાતફરી મચી ગઈ. સદનસીબે હોસ્પિટલમાં દાખલ 18 દર્દીઓને બચાવી લેવાયા છે અને આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

| Updated on: May 12, 2021 | 7:28 AM

Bhavnagar Hospital Fire: રાજ્યની વધુ એક કોવિડ હોસ્પિટલમાં લાગી આગ. ઘટના છે ભાવનગરના કાળુભા રોડ પર આવેલી સમર્પણ હોસ્પિટલની. જ્યાં મોડી રાત્રે આગ લાગતાં અફરાતફરી મચી ગઈ. સદનસીબે હોસ્પિટલમાં દાખલ 18 દર્દીઓને બચાવી લેવાયા છે અને આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

મોડી રાત્રે કાળુભા રોડ ઉપર આવેલી હોટલ જનરેશન એક્સના રૂમ નંબર 304માં ટીવીના યુનિટમાં શોર્ટ સર્કિટ થતા લાગી હતી. જેમાં હોટેલ જનરેશન એક્સ ફાયર સ્મોક ડિટેક્ટિવ અલાર્મ શરૂ હોવાથી નીચે સ્ટાફને જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને સંપર્ક કરવામાં આવ્યો હતો.

જ્યારે બીજી બાજુ દર્દીઓને તાત્કાલિક ત્યાંથી અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દર્દીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે 18 દર્દીઓનો બચાવ થયો હતો. આગને કાબૂમાં લીધા બાદ આ કોવિડ સેન્ટરમાં રહેલા 65 કોરોનાના દર્દીઓને 108ની 8 ગાડી, ફાયરની 2 ગાડીમાં ખાનગી, સર તખ્તસિંહજી હોસ્પિટલ અને લેપ્રેસી હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઘટનાને પગલે મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્ય જીતુ વાઘાણી અને પોલીસ અધિક્ષક સહિત અનેક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જીતુ વાઘાણીએ કસૂરવાર સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આગને કારણે લીફ્ટ બંધ કરી દેવાતા કોરોનાના દર્દીઓને તેડી તેડીને બહાર લવાયા હતા. અડધી રાત્રે હોસ્પિટલમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. દર્દીઓ ને ચાલુ ઓક્સિજને બાટલા પકડી પકડીને નીચે ઉતારી 108 દ્વારા અન્ય ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગના સમયે સ્ટાફ દ્વારા બારીઓના પરદા અને ગાદલા ખેંચીને બહાર કાઢી લેતા આગ આગળ નહોતી વધી.

જણાવવું રહ્યું કે ગુજરાતમાં કોરોનાની મહામારી સાથે સાથે કોવિડ-19 હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ પણ મહામારીની જેમ બેફામ બની છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટમાં પણ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ ICUની આગમાં લપેટાયા છે.

ભરૂચની ઘટના મળીને છેલ્લા એક વર્ષમાં પાંચ અગ્નિકાંડ થયા છે. આ ઘટનાઓની વાત કરીએ તો અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટ 2020ના રોજ થયેલા અગ્નિકાંડમાં 8 લોકોનાં મોત થયા હતા. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 5 લોકોનાં મોત થયા હતા. ભરૂચમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 18 લોકોનાં મોત થયા છે.. જ્યારે જામનગરની જી.જી.હોસ્પિટલ અને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ઘટેલી આગની ઘટનાઓમાં કોઈના મોત નહોતા થયા.

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">