Bhavnagar : હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે નવું સોપાન, દિલ્લી-સુરત અને મુંબઈ સીધી વિમાન સેવા શરૂ થશે

આજે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતેથી સ્પાઇસ જેટની ફલાઇટનો શુભારંભ કરવામાં આવશે. સી.આર.પાટીલ, ભારતી શિયાળ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં સહિતના નેતાઓ હાજર રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 9:51 AM

Bhavnagar : હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરથી દિલ્લી, સુરત અને મુંબઈની સીધી વિમાન સેવાની આજથી શરૂઆત થશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા વર્ચ્યુઅલી ફલેગ ઓફ કરી વિમાન સેવાની શરૂઆત કરશે.

આજે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતેથી સ્પાઇસ જેટની ફલાઇટનો શુભારંભ કરવામાં આવશે. સી.આર.પાટીલ, ભારતી શિયાળ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં સહિતના નેતાઓ હાજર રહેશે. પીએમ મોદીએ ‘ઉડે દેશ કા આમ આદમી’, ‘ઉડાન યોજના’ હેઠળ દેશમાં નાના શહેરોને પણ એર કનેક્ટિવિટીથી જોડવાનું જે અભિયાન ઉપાડ્યું છે. તેમાં ભાવનગરના હવાઇ ઉડ્ડયન ક્ષેત્રનું આ નવું સોનેરી સોપાન બની રહેશે.

દેશના મહત્વપૂર્ણ શહેરો દિલ્લી, મુંબઇ અને સુરત સાથે ભાવનગરને સીધી હવાઈ સેવાની કનેક્ટિવિટી પ્રાપ્ત થવા જઈ રહી છે. ઉપરાંત દેશના અન્ય 12 શહેરો સાથે ભાવનગરને વન સ્ટોપ કનેક્ટિવિટી મળવાની છે.

આજથી ભાવનગરથી દિલ્લી, મુંબઇની અને 21 ઓગસ્ટથી સુરતની હવાઈ સેવા શરૂ થવા જઈ રહી છે. સ્પાઇસ જેટ દ્વારા ભાવનગરથી દિલ્લીની ફ્લાઈટની સર્વિસ મંગળવારને બાદ કરતાં સપ્તાહના તમામ દિવસોમાં શરૂ રહેશે. જ્યારે ભાવનગર સુરત વચ્ચે હવાઈ સેવા ગુરૂવાર, શનિવાર અને રવિવારના રોજ ચલાવવામાં આવશે.

આ ઉપરાંત ભાવનગરને પોરબંદર, ગોવા, દરભંગા, કંડલા, ગ્વાલિયર, મદુરાઈ, કોચી, ગૌહાટી, બેલગાવી, દેહરાદૂન, અમૃતસર, જયપુર અને અમદાવાદ જેવા શહેરોની 1 સ્ટોપ કનેક્ટિવિટી મળશે. ભાવનગરમાં આ ફલાઇટ સેવાઓ શરૂ થતાં ભાવનગર શહેર અને જિલ્લાના નાગરિકોને નવી સુવિધા મળશે. આ હવાઇ સેવા થકી ભાવનગર શહેરના વિકાસમાં નવું સોપાન ઉમેરાશે.

ભાવનગર જિલ્લો નાના-મોટા ઉદ્યોગનું કેન્દ્ર છે, અલંગ શિપ યાર્ડ તેમજ આગામી સમયમાં અલંગમાં સ્ક્રેપ પોલિસી શરૂ થશે. પાલિતાણામાં પવિત્ર શેત્રુંજી જૈનયાત્રા ધામ, વેળાવદર કાળિયાર અભ્યારણ આવેલું છે..,, ત્યારે એર કનેક્ટિવિટી શરૂ થતા ભાવેણાંવાસીઓને આંતરારાજ્ય અને આતંરરાષ્ટ્રીય મુસાફરી માટે નવા દ્વાર ખુલશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">