Bhavnagar: સુવિધાઓ કરતાં દુવિધાઓ વધી, શહેરમાં મહાનગરપાલિકાના આયોજનના અભાવે લોકો ત્રાહિમામ

ભાવનગર શહેરમાં દર ચોમાસામાં લોકો અનેક સમસ્યાઓનો સામનો કરે છે. ત્યારે આ વર્ષે મનપા (Bhavnagar municipal corporation)ના આયોજનના અભાવને કારણે સમસ્યાઓએ માજા મૂકી છે.

Bhavnagar: સુવિધાઓ કરતાં દુવિધાઓ વધી, શહેરમાં મહાનગરપાલિકાના આયોજનના અભાવે લોકો ત્રાહિમામ
Bhavnagar : વિકાસના કાર્યોને લીધે આડેધડ ખાડા ખોદાયા છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 11:11 PM

Bhavnagar: ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના આયોજનના અભાવે દર ચોમાસામાં પ્રજાજનોને સમસ્યાનો સામનો કરવાનો આવે છે. ત્યારે આ વર્ષે ચોમાસામાં સમસ્યાઓ ઘટવાના બદલે વધી છે. જેમાં અમદાવાદથી શહેર તરફ આવતા રસ્તા પરનો પુલ તૂટ્યો, સિક્સ લેનનું કામ બંધ અને પ્રવેશદ્વારના રોડ પર ઓવરબ્રિજના કામ શરૂ થતાં ખાડા અને ચોમાસામાં ભરાતા પાણીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આમ છતાં મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી.

ભાવનગર શહેરમાં દર ચોમાસામાં લોકો અનેક સમસ્યાઓનો સામનો કરે છે. ત્યારે આ વર્ષે મનપા (Bhavnagar municipal corporation)ના આયોજનના અભાવને કારણે સમસ્યાઓએ માજા મૂકી છે. જેમાં ભાવનગરથી અમદાવાદ જતો અને અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાંથી ભાવનગર આવતા રોડ પર શહેરથી એકદમ નજીક એવા નારી ગામ પાસે પુલમાં બહુ મોટું ગાબડુ પડતા તે પુલ પરથી પસાર થવું જોખમી થઈ જતાં તે રોડને બંધ કરવો પડેલ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ સિવાય શહેરમાં પ્રવેશતા જ સિક્સ લેનનું અધૂરું કામ બંધ હાલતમાં છે. લોકોની વર્ષોથી માંગણી એવા ઓવરબ્રિજનું કામ વર્ષો પછી શરૂ તો કરવામાં આવ્યું, પરંતુ RTOથી દેસાઈ નગર સુધી બનતા ઓવરબ્રિજના બન્ને બાજુ રસ્તો નાનો છે. ભાજપ શાસકોના સંકલનના અભાવને કારણે રોડ મોટો કરવા ટેમ્પરરી જગ્યા પણ રેલવે આપતી નથી. જેને લઈને ઓવરબ્રિજના કામને લઈને સુવિધાને બદલે દુવિધા ઉભી થઈ છે.

વિકાસના કાર્યોને લીધે આડેધડ ખાડા ખોદાયા છે, ત્યારે ચોમાસાની સિઝનમાં પાણી ભરવા સહિતની ઘણી સમસ્યાઓનો લોકોને સામનો કરવો પડશે. આ અંગે મેયર સાથે વાત કરવાનો પ્રયાસ કરતાં જણાવ્યું કે પુલનું કામ તાત્કાલિક શરૂ કરાવેલ છે. રેલવે સાથે વાટાઘાટો ચાલુ છે કે ઓવરબ્રિજના કામને લઈને લોકોને તકલીફ ન પડે તે માટે થઈને રસ્તા માટે જમીન આપે. બીજી તરફ સિકસ લેન માટે પણ અડચણ રૂપ ગેરકાયદે બાંધકામોમાં ડીમોલેશનની કામગીરી શરૂ છે.

આ પણ વાંચો : Jamnagar: એક મહિલા કોંગી કોર્પોરેટર બેસી ગયા ગટરની કેનાલ પર! કારણ જાણવા જુઓ વીડિયો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">