Bhavnagar: સાણોદર ગામે વિજેતા ઉમેદવારના સરઘસમાં આધેડની હત્યા, મોડી રાત સુધી ટોળા રહ્યા એકત્ર

Bhavnagar : DJ વગાડવાની ના પાડતા જૂની અદાવતની દાઝ રાખીને કેટલા શખ્સોએ ગામના અનુસૂચિત જાતિના એક વ્યક્તિના ઘરમાં ઘૂસી તલવાર વડે હુમલો કર્યો હતો

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 04, 2021 | 6:51 AM

Bhavnagar જિલ્લાના સાણોદર ગામે વિજય સરઘસ દરમિયાન અનુસૂચિત જાતિના વ્યક્તિની હત્યામાં પીડિત પરિજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે. હત્યા બાદ ભાવનગર હોસ્પિટલ ખાતે મોટા પ્રમાણમાં અનુસૂચિત જાતિના લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. ગઇકાલે, કોંગ્રેસના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન DJ વગાડવાની ના પાડતા જૂની અદાવતની દાઝ રાખીને કેટલા શખ્સોએ ગામના અનુસૂચિત જાતિના એક વ્યક્તિના ઘરમાં ઘૂસી તલવાર વડે હુમલો કર્યો હતો. મૃતકની પુત્રીના જણાવ્યા પ્રમાણે,  ટોળાએ તેમના ઘર પર પથ્થરમારો કરીને તલવાર વડે હુમલો કર્યો હતો. જેમાં અમરાભાઇ બોરીચા નામના વ્યક્તિની હત્યા થતા ઘોઘા પંથકમાં ચકચાર મચી ગઇ છે. પોલીસ રક્ષણ હોવા છતાં, હત્યા થતા મૃતકની દીકરીએ ઇજાગ્રસ્ત હાલતમાં જ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા. મહત્વનું છે કે, મૃતક દલિતને GRDનું પોલીસ રક્ષણ હતું અને કોર્ટે તેને પૂરતા પ્રમાણમાં પોલીસ રક્ષણ આપવા તાકીદ પણ કરી હતી.

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">