BHAVNAGAR : અલંગમાં ફરી એક વાર શીપ બ્રેકીંગનું કામ ઠપ્પ, જાણો શું છે કારણ

Alang Ship Breaking Yard : અલંગમાં પ્રતિદિવસ 5 હજાર ટનનું શીપ બ્રેકીંગનું કામ ઠપ થઈ ગયું છે જેના કારણે સરકારને દરરોજના 4.25 કરોડના કરવેરાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 8:39 AM

BHAVNAGAR : જિલ્લાના કરોડરજ્જૂ સમાન અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં ફરી એક વાર વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. અહીં ટ્રક માલિકો ગત 27 જૂલાઈથી હડતાળ પર છે અને તેની અસર હવે અલંગ શિપબ્રેકીંગ પર પડી છે.અહીં પ્લોટમાં માલનો ભારવો થઈ ગયો છે અને એટલે જ સુરક્ષાને કારણે ત્રણ દિવસ માટે શિપ બ્રેકીંગનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે.જ્યાં સુધી ટ્રક માલિકોની હડતાળ ચાલું રહેશે ત્યાં સુધી શિપ બ્રેકીંગનું કામ શરૂ થઇ શકે તેમ નથી..બીજી તરફ હડતાળને કારણે પ્રતિદિવસ 5 હજાર ટનનું શીપ બ્રેકીંગનું કામ ઠપ થઈ ગયું છે જેના કારણે સરકારને દરરોજના 4.25 કરોડના કરવેરાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ટ્રક ચાલકોએ ભાડા વધારવા અને લોડિંગ ચાર્જ નાબૂદ કરવા માંગ કરી છે.

આ પણ વાંચો : GANDHINAGAR : પ્રમુખ, પ્રભારી અને વિરોધ પક્ષના નેતાની નિમણૂંક અંગે ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક મળી

આ પણ વાંચો : RAJKOT : સ્ટેટ GST વિભાગના ત્રણ કમર્ચારી 3.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">