ભાવનગરના નવાબંદર રોડ ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 4ના ઘટના સ્થળે જ મોત

ભાવનગર (Bhavnagar) શહેરની નજીક આવેલા નવા બંદર રોડ પર વહેલી સવારે કાર અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં ચાર લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.

ભાવનગરના નવાબંદર રોડ ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 4ના ઘટના સ્થળે જ મોત
Accident between car and truck in Bhavnagar, 4 died on the spot
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Jun 01, 2022 | 1:04 PM

ભાવનગર (Bhavnagar) શહેરની નજીક આવેલ નવા બંદર રોડ આજે વહેલી પરોઢે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો  હતો. આ ઘટનાની જાણ થતા જ 108ની ટીમ તથા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આપેલી પ્રાથમિક માહિતી અનુસાર ટ્રક તથા કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર ચારેય વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત એવો હતો કે ભારે જહેમત પૂર્વક તમામ મતૃદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

કારમાં સવાર 4 લોકો નવાબંદરથી ભાવનગર જઈ રહ્યા હતા

કાર (GJ04 CJ 1922) માં સવાર ચારેય વ્યક્તિઓ પુરૂષો હતા. તેઓ નવાબંદરથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. જ્યારે ટ્રકનો ડ્રાઇવર ખાલી ટ્રક (GJ03 AZ 6153 ) લઇને ભાવનગરથી નવા બંદર કોલસો ભરવા માટે જઈ રહ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના નામ આ પ્રમાણે છે. (1) રાહુલ ચંદુભાઈ રાઠોડ ઉ.મ.20 (2) ધર્મેશભાઈ ભનુભાઈ ચૌહાણ ઉ.મ.24 (3) હરેશભાઇ જેન્તીભાઈ રાઠોડ ( 4) ધર્મેશ ભુપતભાઇ પરમાર ઉ.મ.23 . ચારેય મૃતકો પૈકી ત્રણ મજૂરીકામ સાથે સંકળાયેલા હતા, જ્યારે એક વ્યક્તિ ડ્રાઇવર હતા. ચારેય મૃતકોના મતૃતદેહને જહેમતપૂર્વક કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.

એકસાથે 4 લોકોના અકાળે મોત થાત ચારેય પુરૂષોના પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો હતો.

ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">