આ તો રિંગરોડ છે કે વીસ વર્ષીય યોજના ! ભાવનગરમાં 17 વર્ષના વહાણા વીતી ગયા છતાં નથી બન્યો રિંગરોડ

TV9 GUJARATI

|

Updated on: Feb 03, 2023 | 10:37 AM

તંત્રએ જુના બંદરથી કેબલ સ્ટેડ પુલ અને નારી ચોકડીથી ટોપ થ્રિ સર્કલ અને અન્ય વિસ્તારોના વિકાસ માટે રિંગ રોડ બનાવવાની તો જાહેરાત કરી હતી. પરંતુ આ જાહેરાતને 17 વર્ષોના વહાણા વીતી ગયા હોવા છતાં રિંગ રોડનું કામ પુરૂ થવાના કોઇ ઠેકાણા નથી

આ તો રિંગરોડ છે કે વીસ વર્ષીય યોજના ! ભાવનગરમાં 17 વર્ષના વહાણા વીતી ગયા છતાં નથી બન્યો રિંગરોડ
Ring Road construction in bhavnagar

કોઇ પણ શહેરના વિકાસનો માપદંડ તેના રિંગ રોડના આધારે થતો હોય છે. પરંતુ ગુજરાતમાં એક રિંગ રોડ એવો પણ છે કે જે છેલ્લા 17-17 વર્ષથી બની રહ્યો છે. અને તેનું ફક્ત 30 ટકા જેટલું જ કામ થયું છે. વાત છે ભાવનગરની કે જ્યાં આસપાસના 5 ગામોને શહેરમાં સમાવી વિસ્તાર તો વધારવામાં આવ્યો. પરંતુ બહારથી આવતા વાહનો અને શહેરના વિકાસ માટે મહત્વનો કહી શકાય તેવો રિંગ રોડ છેલ્લા 17 વર્ષમાં માત્ર 8 કિલોમીટર જ બન્યો છે. હજુ બાકીના 31 કિલોમીટરના રિંગ રોડનું કામ બાકી છે.

કોંગ્રેસે ભાજપ પર કર્યા ગંભીર આક્ષેપ

તંત્રએ જુના બંદરથી કેબલ સ્ટેડ પુલ અને નારી ચોકડીથી ટોપ થ્રિ સર્કલ અને અન્ય વિસ્તારોના વિકાસ માટે રિંગ રોડ બનાવવાની તો જાહેરાત કરી હતી. પરંતુ આ જાહેરાતને 17 વર્ષોના વહાણા વીતી ગયા હોવા છતાં રિંગ રોડનું કામ પુરૂ થવાના કોઇ ઠેકાણા નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ વિકાસના નામે બજેટમાં નાણા ફાળવી ફક્ત આંકડાકીય રમત રમે છે.

રાજકીય કાવાદાવાને કારણે રિંગ રોડનું કામ ખોરંભે ચડ્યુ હોવાનો આક્ષેપ

ભાવનગર શહેર ફરતે કુલ 57.51 કિલોમીટરનો રિંગ રોડનો વિસ્તાર છે. જે પૈકી 39 કિમી આર એન્ડ બી હસ્તક છે અને બાકીનો 18.51 કિમી નેશનલ હાઇવે હસ્તક છે. પરંતુ 17 વર્ષે રિંગ રોડનું 30 ટકા કામ પણ પુરૂ નથી થયું. હાલ રુવાથી નવા બંદર રોડ, જુના બંદર રોડથી કેબલ સ્ટેઇડ બ્રિજ તેમજ ટોપ થ્રી સર્કલથી માલણકા સુધીના રિંગ રોડનું કામ હજુ પણ બાકી છે, વારંવાર બદલાતી નોડેલ એજન્સી, અનિયમિત ગ્રાન્ટ તેમજ રાજકીય કાવાદાવાને કારણે રિંગ રોડનું કામ ખોરંભે ચડી રહ્યું છે. તાજેતરમાં સરકાર દ્વારા 297 કરોડ ફાળવવામાં આવ્યા છતાં પણ રિંગ રોડનું કામ અધૂરું છે અને તે ક્યારે પૂરું થાય તે નક્કી નથી. શાસકોનું કહેવું છે કે કામ મોડું કરનારા કોન્ટ્રાકટરોને નોટિસ આપવામાં આવી છે અને કામ ઝડપી બનાવવા સૂચના આપી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati