Bhavnagar : જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી ખેડૂતોમાં ખુશાલી, જાણો કયાં -કેટલો નોંધાયો વરસાદ ?

લાંબા સમયના વિરામ બાદ રાજ્યભરમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ નોંધાઇ રહ્યો છે. ત્યારે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Bhavnagar : જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી ખેડૂતોમાં ખુશાલી, જાણો કયાં -કેટલો નોંધાયો વરસાદ ?
Bhavnagar: Farmers are happy with the universal cloud cover in the district, find out where - how much rain is recorded?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 9:52 AM

Bhavnagar : લાંબા સમયના વિરામ બાદ રાજ્યભરમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ નોંધાઇ રહ્યો છે. ત્યારે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સિઝનનો આટલો નોંધાયો વરસાદ ?

ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે ઘોઘામાં એક ઇંચ અને ગારિયાધારમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ ભાવનગર, વલ્લભીપુર સહિતના પંથકોમાં હળવા-ભારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. ભાવનગર જિલ્લામાં કુલ વાર્ષિક વરસાદ 597 મી.મી. વરસાદ નોંધાતો હોય છે. અને તેની સામે ગઇકાલ સાંજ સુધીમાં કુલ 250 મી.મી. વરસાદ થઇ ચુકયો છે. એટલેકે સિઝનના કુલ વરસાદના 43 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

ભાવનગર શહેરમાં આટલો વરસાદ ખાબક્યો ?

ભાવનગર શહેરમાં માત્ર 8 મી.મી. વરસાદ વરસ્યો હતો. શહેરમાં ગઇકાલ સાંજ સુધીમાં 8 મી.મી. વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ 300 મી.મી. થયો છે. આજે ઘોઘામાં 18 મી.મી. વરસાદ વરસી ગયો હતો. જેથી નીચાણાવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. ઘોઘામાં આજે 18 મી.મી. વરસાદ થવાથી સિઝનનો કુલ વરસાદ 240 મી.મી. થયો છે જે કુલ વરસાદના 39.15 ટકા થાય છે.

ગારીયાધાર પંથકમાં આટલો નોંધાયો છે વરસાદ ?

ગારિયાધાર પંથકમાં 13 મી.મી. વરસાદ વરસી ગયો હતો. આ અડધા ઇંચ વરસાદથી ગારિયાધારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગારિયાધારમાં સિઝનનો કુલ વરસાદ 463 મી.મી. હોય છે તેની સામે આજ સુધીમાં 340 મી.મી. એટલે કે 73.49 ટકા વરસાદ વરસી ચુકયો છે. તો ગઇકાલ અને આજે વલ્લભીપુર અને સિહોરમાં 6 મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે તળાજામાં 5 મી.મી. મહુવા અને ઉમરાળામાં 4 મી.મી. તેમજ પાલિતાણામાં 3 તથા જેસરમાં એક મી.મી. વરસાદ નોંધાયો હતો.

પહેલી સપ્ટેમ્બરે ભાવનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર દિવસમાં 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. આજે તારીખ 1 સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat : વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત, ઉંમરગામમાં 16 ઇંચ, વાપીમાં 8 ઇંચ, માંગરોળમાં 5 ઇંચ વરસાદ નોંધાયો

આ પણ વાંચો : Surat : ખારા પાણીની સમસ્યા ઉકેલવા હજીરાના કવાસ ગામની અનોખી પહેલ, વરસાદી પાણીના સંગ્રહ માટે 3 કરોડ લિટરની ક્ષમતાના બનાવ્યા બોર

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">