ભરૂચમાં સગી માતાએ જ 5 વર્ષીય બાળકીની કરી હત્યા, તબીબની સજાગતાને કારણે સમગ્ર કિસ્સો સામે આવ્યો
ભરુચમાં (Bharuch) સિવિલ હોસ્પિટલમાં એક બાળકી બેભાન થઇ ગઇ હોવાનું જણાવીને સારવાર માટે લાવવામાં આવી હતી. તબીબને બાળકીના પરિવાર દ્વારા તેની અચાનક તબીયત લથડી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.
ભરૂચમાં સગી માતાએ જ 5 વર્ષીય બાળકીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જે પછી માતાએ હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હોવાનું ખુલ્યુ છે. બાળકીના ગળા પર ઈજાના નિશાન દેખાતા તબીબોએ પોલીસને જાણ કરી હતી. તબીબની સજાગતાને કારણે સમગ્ર કિસ્સો સામે આવ્યો છે. બાળકીની હત્યા થઈ હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે.
આ પણ વાંચો- રાજકોટના કલેક્ટર તરીકે પ્રભવ જોષીએ સંભાળ્યો ચાર્જ, કહ્યું- ‘એઇમ્સ સાથે મારા લાગણીસભર સંબંધ છે’
બાળકીના ગળાના ભાગે મળી આવ્યા નિશાન
ભરુચમાં સિવિલ હોસ્પિટલમાં એક બાળકી બેભાન થઈ ગઇ હોવાનું જણાવીને સારવાર માટે લાવવામાં આવી હતી. તબીબને બાળકીના પરિવાર દ્વારા તેની અચાનક તબીયત લથડી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે પછી હોસ્પિટલના તબીબ દ્વારા જ્યારે બાળકીની તપાસ કરવામાં આવી ત્યારે તેના ગળા પર ઈજાના નિશાન મળી આવ્યા હતા. મામલો શંકાસ્પદ જણાતા તબીબે તાત્કાલિક ભરુચ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
Woman kills daughter, cooks up fake death story | #Bharuch#Gujarat pic.twitter.com/ioPCXf0nO4
— Tv9 Gujarati (@tv9gujarati) April 3, 2023
પોલીસને મળ્યા હતા પેનાલ પોસ્ટમોર્ટમના આદેશ
પોલીસે સ્થળ પર પહોંચીને ઇજાના નિશાન જોતા તાત્કાલિક પેનાલ પોસ્ટમોર્ટમના આદેશ થયા હતા. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આજે 24 કલાક બાદ સામે આવ્યો છે. ત્યારે આ ઘટના હત્યાની હોવાનું ખુલ્યુ છે. આ સાથે સાથે જ પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સગી માતાએ જ બાળકીની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે.
અગાઉ અન્ય બે બાળકીઓ પણ અપમૃત્યુનો શિકાર બની હતી
મહત્વનું છે કે આ બાળકી ઉપરાંત અગાઉ અન્ય બે બાળકીઓ પણ અપમૃત્યુનો શિકાર બની હતી. ત્યારે તેમની હત્યામાં પણ શું બાળકીની માતની જ સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
(વિથ ઇનપુટ- અંકિત મોદી,ભરુચ)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…