Welspun કંપનીએ 10 દિવસમાં 550 કર્મચારીઓની કરી બદલી, દહેજ યુનિટ બંધ કરવા બદલી કરાઈ હોવાનો કર્મચારીઓનો આક્ષેપ

દહેજ સ્થિત વેલસ્પન કંપની( Welspun Dahej) તેના ૫૫૦ કર્મચારીઓને રાજ્ય અને રાજ્ય બહારના યુનિટો તરફ બદલીના ઓર્ડર(TRANSFER ORDER) પકડાવી દેતા વર્ષોથી દેશની અગ્રગણ્ય કંપનીમાં કામ કરતા કર્મચારીઓને જોરદાર ઝટકો લાગ્યો છે.

Welspun કંપનીએ 10 દિવસમાં 550 કર્મચારીઓની કરી બદલી, દહેજ યુનિટ બંધ કરવા બદલી કરાઈ હોવાનો કર્મચારીઓનો આક્ષેપ
કમર્ચારીઓને બદલીના ઓર્ડર મળતા કંપનીના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કરાયું હતું.
Follow Us:
| Updated on: Jun 22, 2021 | 8:05 PM

દહેજ સ્થિત વેલસ્પન કંપની( Welspun Dahej) તેના ૫૫૦ કર્મચારીઓને રાજ્ય અને રાજ્ય બહારના યુનિટો તરફ બદલીના ઓર્ડર(TRANSFER ORDER) પકડાવી દેતા વર્ષોથી દેશની અગ્રગણ્ય કંપનીમાં કામ કરતા કર્મચારીઓને જોરદાર ઝટકો લાગ્યો છે. કંપનીએ બદલીઓનો ખેલ ખેલી દહેજ સ્થિત પાઈપલાઈન યુનિટના દરવાજે ખંભાતી તાળાં લટકાવાનું કાવતરું રચ્યું હોવાનો કામદારો આક્ષેપ કરી રહયા છે

૧૦ દિવસમાં ૫૫૦ કર્મચારીઓને બદલીના ઓર્ડર મળ્યા દહેજની વેલ્સપન કંપનીએ  અગાઉ અધિકારી કક્ષાના 120 કર્મચારીઓની બદલી રાજ્યના અન્ય પ્લાન્ટમાં કરી દીધા બાદ 2 દિવસ પેહલા જ 400 કર્મચારીઓને વર્ક ફ્રોમના ઓર્ડર જારી કર્યા હતા. આ વચ્ચે કામદારોના ઘરે ટપાલથી તેમની 480 કિલોમીટર દૂર અંજાર પ્લાન્ટમાં બદલી કરી હોવાના ઓર્ડરો મળતા કંપની ગેટ બહાર કામદારોએ ઓર્ડરો ફાડીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સ્થાનિક અગ્રણીઓનીઓ છટણી નહિ કરવાની બાંહેધરી લેતા બદલી કરી કંપનીમાં અધિકારીઓને બદલીઓ અપાય બાદ કામદારોની છટણીનો અંદેશો આવતા સ્થાની અગ્રણીઓએ મેનેજમેન્ટ સાથે બેઠક કરી કોઈપણ સંજોગોમાં છટણી નહિ કરવાની બાંહેધરી લીધી હતી. કામદારોને ઘરનો રસ્તો બતાવવાની તક જરી રહેતા આજે કામદારોની અચાનક બદલી કરી દેવામાં આવી છે. સ્થાનિક અગ્રણી સુલેમાન પટેલે જણાવ્યું હતું કે કોરોનાકાળમાં કામદારોની આ હાલત કરવી અમાનવીય પગલું છે.

હંગામો ટાળવા વર્ક ફ્રોમ હોમના ઓર્ડર આપી બદલી કરાઈ કામદારો તરફે લડત ચલાવનાર સુલેમાન પટેલે જણાવ્યું હતું કે હંગામો ટાળવા વર્ક ફ્રોમ હોમના ઓર્ડર આપી બદલી કરાઈ છે. અગાઉ કંપનીના 120 જેટલા અધિકારી કક્ષાના કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી ત્યાર બાદ વર્ક મેન કક્ષાના 400 જેટલા કામદારોને તા. 18 જૂનના રોજ વર્ક ટુ હોમના આદેશ કરવામાં આવ્યા હતા. અને બે જ દિવસમાં તેઓને ઘરે ટપાલ મારફતે કચ્છના અંજાર સ્થિત પ્લાન્ટમાં બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે.દહેજમાં નોકરી કરતા 400 જેટલા કર્મચારીઓનું ભાવી જોખમમાં મુકાતા આજરોજ કર્મચારીઓ ઓર્ડરની કોપી સાથે ગેટ પર એકત્રિત થયા હતા. અને કોપી ફાડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વર્ષોથી અહી ફરજ બજાવતા અનેક કર્મચારીઓ ટ્રાન્સફર ઓર્ડર આવતા મુંઝવણમાં મુકાયા છે. બીજી તરફ કંપનીના મેનેજમેન્ટનો સંપર્ક થઇ શક્યો નથી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">