પતિએ મોબાઈલ છીનવ્યો તો પત્નિએ હંમેશા માટે પતિને કરી દીધો જીવનથી અનફોલો !

ઘટનાનું કારણ સીધું ગળે ઉતરી રહ્યું નથી. 20 વર્ષીય યુવતીએ દુપટ્ટા વડે ગળેફાંસો ખાધો હોવાની ઘટના સામે આવી છે જે ઘટનામાં હત્યાની આશંકાઓ પણ ઉભી થતા સિવિલ હોસ્પિટલના તબીબોએ પેનલ પીએમ કર્યું છે.

પતિએ મોબાઈલ છીનવ્યો તો પત્નિએ હંમેશા માટે પતિને કરી દીધો જીવનથી અનફોલો !
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 3:38 PM

હાલના સમયમાં લગભગ દરેક વ્યક્તિમાં સોશિયલ મીડિયા(Social Media)નો ક્રેઝ જોવા મળે છે. આપણે પોતાની દરેક મહત્વની પળને ફોટા , વિડીયો કે શબ્દોમાં વ્યક્ત કરી મિત્રવર્તુળમાં શેર કરતા હોઈએ છીએ. ભરૂચ(Bharuch)માં સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવું જેવી નજીવી બાબતે દંપતી વચ્ચેની તકરારમાં મહિલાએ જીવ ગુમાવ્યો છે.પતિએ પત્નીને સોશિયલ મીડિયા ઉપર ફોટા વિડિયો અપલોડ કરવા બાબતે ઠપકો આપતા નારાજ પત્નીએ રસોડામાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનો બનાવ સામે આવતા મામલો પોલીસ ચોપડે ચઢ્યો છે. ઘટના સંદર્ભે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મહિલાના મૃતદેહનું પોસ્ટમોટર્મ કરાવ્યું છે.

માધુરીસીંગ સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ હોવાનું તેના પતિને પસંદ ન હતું. મહિલાના પતિ ભગવાનસીંગના પગ દુ:ખાતા હતા તેથી માધુરી તેના પતિના પગ દબાવી રહી છી. પતિની સેવા કરતા મહિલાએ સોશિયલ મીડિયા એપ ખોલી હતી અને પતિની સેવા કરતો શોર્ટ વિડીયો બનાવી અપલોડ કરવા લાગી હતી. પતિએ માધુરીને આમ કરતી અટકાવી હતી. પત્ની વિડિયો મુકવા માટે જીદ કરતા પતિએ તેને ગુસ્સામાં વિડીયો ઉતારતી પત્નીનો હાથ પકડી તેની પાસેથી પતિએ મોબાઇલ ઝૂંટવી લીધો હતો. આ ઘટના બાદ પત્ની રીસાઇને રસોડામાં જતી રહી હતી. ઘણો સમય વીતી જવા છતાં મહિલા રસોડામાંથી બહાર નહીં આવતા પતિ તપાસ કરતા દુપટ્ટાથી ગળે ટૂંપો દેવાથી મૃત્યુ પામેલી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

man-woman-arguing-silhouette (1)

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

બનવની જાણ પોલીસને કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું હાલ તો પ્રાથમિક અનુમાન ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનું લાગતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. મામલે FSL ની પણ મદદ લેવાઈ છે. રિપોર્ટ બાદ આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

મૃતદેહનું પેનલ પોસ્ટમોટર્મ કરાયું

ઘટનાનું કારણ સીધું ગળે ઉતરી રહ્યું નથી. 20 વર્ષીય યુવતીએ દુપટ્ટા વડે ગળેફાંસો ખાધો હોવાની ઘટના સામે આવી છે જે ઘટનામાં હત્યાની આશંકાઓ પણ ઉભી થતા સિવિલ હોસ્પિટલના તબીબોએ પેનલ પીએમ કર્યું છે.

શોર્ટ વિડીયો બનાવવાની ઘેલછામાં મોત મળ્યું?

અનેક લોકોને ફેમસ થવા સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરવાનું ખુબ પસંદ હોય છે. સોશિયલ મીડિયા માટે વિડીયો બનાવવા માં ઘણીવાર લોકો જોખમ ઉઠાવી જીવ ગુમાવી દેતા હોય છે. રેલવે સ્ટેશન , નર્મદા અને પહાડો જેવી જોખમી જગ્યાઓ ઉપર સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવવાના પ્રયાસમાં અકસ્માત પણ થતા હોય છે. હાલ પતિ-પત્ની વચ્ચે પણ ઝઘડાનું કારણ શોર્ટ વિડીયો જ હોવાનું સામે આવી રહ્યું છે. બનાવની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધવામાં આવી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">