ભરૂચથી પસાર થતી નર્મદા નદી પહેલીવાર બે કાંઠે વહેતી થઈ
ભરૂચથી પસાર થઈ રહેલી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી આ ચોમાસામાં પહેલીવાર બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે સરદાર સરોવર બંધમાં નવા પાણીની આવક થવા પામી છે. તો નર્મદા સરદાર સરોવરના ડાઉન સ્ટ્રીમમાં પણ નવા નીરની આવક થવા પામી છે. જેના કારણે ભરૂચથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે વહેતી થતા […]
ભરૂચથી પસાર થઈ રહેલી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી આ ચોમાસામાં પહેલીવાર બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે સરદાર સરોવર બંધમાં નવા પાણીની આવક થવા પામી છે. તો નર્મદા સરદાર સરોવરના ડાઉન સ્ટ્રીમમાં પણ નવા નીરની આવક થવા પામી છે. જેના કારણે ભરૂચથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે વહેતી થતા ધણા સમય બાદ નયનરમ્ય દ્રશ્ય સર્જાયુ છે. બે કાંઠે વહેતી નર્મદા નદી જોવાનો નજારો જ કઈક અલગ છે.
ભરૂચ નજીકનો ગોલ્ડન બ્રિજ દક્ષિણ ગુજરાતને મધ્ય ગુજરાત સાથે જોડે છે. વૈભવનું પ્રતીક ગણાતા બે રંગ અને નામથી રંગાયેલા ગોલ્ડન અને સિલ્વર બ્રિજ વચ્ચે વહેતી નર્મદા તો જાણે કુદરતના આહલાદક સ્વરૂપમાં શણગારાઈ હોય તેમ લાગી રહ્યું છે. લીલાછમ કાંઠાઓ વચ્ચે વહેતી નર્મદા માટે જોનારાના નમામિ દેવી નર્મદેના ઉદગાર આપોઆપ નીકળી જાય છે. નર્મદામાં નવા નીરની આવક થતાસ માછીમારો પણ સક્રિય થયા છે. ભૌગોલિક અનુકૂળતાઓના કારણે ચોમાસાના આ સમયગાળામાં માછીમારીની સીઝન ગણાય છે. નવા નીરની આવક સાથે જ માછીમારો જાળ ગૂંથવા અને માછીમારીના કામમાં જોતરાઈ ગયા છે.
Bharuch નવાનીરની આવક થતા નર્મદાના નયનરમ્ય સ્વરૂપના થઈ રહ્યા છે દર્શન.
ભરૂચનવાનીરની આવક થતા નર્મદાના નયનરમ્ય સ્વરૂપના થઈ રહ્યા છે દર્શન..ભરૂચ નજીક નર્મદા નદીનું આહલાદક સ્વરૂપ ધ્યાન ખેચી રહ્યું છે.#narmadariver #bharuch #waterlevel #naturalbeauty #bharuch #tv9gujarati@ankeet modi
TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, २५ ऑगस्ट, २०२०
આ પણ વાંચોઃગીરસોમનાથ જેલમાં કેદ 9 કેદીઓના કોરોના પોઝીટીવ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો