કોરોનાકાળ માં પૈસાનું કોઈ મહત્વ નથી તેમ કહી વૃદ્ધે ફ્લાયઓવર ઉપરથી પૈસા ઉડાવ્યા , જાણો શું છે બનાવ

કોરોનાના સતત વધતા વ્યાપ, ચિંતાજનક સ્તરે પહોંચેલા મૃત્યુદર , ઓક્સિજન- વેન્ટિલેટર-બેડ-ઇન્જેક્શનની અછત વચ્ચે જીવ બચાવવા લાચારીની દોડમાં હવે લોકોની ધીરજ ખૂટી રહી છે.

કોરોનાકાળ માં પૈસાનું  કોઈ મહત્વ નથી તેમ કહી વૃદ્ધે ફ્લાયઓવર ઉપરથી પૈસા ઉડાવ્યા , જાણો શું છે બનાવ
વૃદ્ધે માનસિક તણાવ વચ્ચે ફ્લાય ઓવર ઉપરથી પૈસા ઉડાવ્યા હતા
Follow Us:
| Updated on: May 03, 2021 | 5:36 PM

કોરોનાના સતત વધતા વ્યાપ, ચિંતાજનક સ્તરે પહોંચેલા મૃત્યુદર , ઓક્સિજન- વેન્ટિલેટર-બેડ-ઇન્જેક્શનની અછત વચ્ચે જીવ બચાવવા લાચારીની દોડમાં હવે લોકોની ધીરજ ખૂટી રહી છે. વિકટ અને બેકાબુ બનતી સ્થિતિમાં લોકો શારીરિક કરતા આર્થિક રીતે હવે માનસિક રીતે ભાંગી પડયા છે. અંકલેશ્વરમાં આવોજ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં ફ્લાયઓવર ઉપરથી એક વ્યક્તિએ પૈસા ઉડાડયા હતા.

અંકલેશ્વરની વાલિયા ચોકડીના ઓવરબ્રિજના વિઝ્યુલ વાઇરલ થયા છે જેમાં ઓવરબ્રિજની રેલિંગ ની બહાર ઉતરી એક આધેડ વ્યક્તિ હાથમાં પૈસા ભરેલી પીળી થેલી સાથે પૈસા ઉડાડતો નજરે પડી રહ્યો છે. ૪૦ થી ૫૦ ફુટ ઊંચાઈ પર ઓવરબ્રિજની રેલિંગ ઓળગી સાઈડના પિલરના ટેકે ઉભેલો વ્યક્તિ પૈસાનો વરસાદ નીચે વરસાવી કહી રહ્યો છે કે કોરોનાકાળમાં પૈસા કોઇ કામના નથી.

બ્રિજ ઉપરથી ચલણી નોટો આ વ્યક્તિ નીચે ન પડી જાય તે માટે બ્રિજ પરથી પસાર થતા લોકોએ તેને પકડી લીધો હતો જ્યારે બ્રિજ નીચે લોકોના ટોળે ટોળાં એકત્ર થઈ ગયા હતા. બ્રિજ ઉપરથી આધેડે પૈસા ફેકતા નીચે ઉભેલા કેટલાક વ્યક્તિઓએ તે પૈસા મેળવવા પડાપડી પણ કરી હતી.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

સ્થાનિકોએ આ આધેડને બ્રિજ ઉપરથી નીચે પડતા બચાવી લીધો હતો અને સલામત બ્રિજ ઉપર પરત ચઢાવ્યો હતો. આ મામલો પોલીસ ચોપડે ચઢ્યો નથી. જોકે વાયરલ થયેલા વિડીયોએ ભરૂચ જિલ્લા સહિત સોશ્યલ મીડિયા પર પણ ભારે ખળભળાટ મચાવ્યો છે.

કોરોનકાળમાં ધનવાન હોય કે ગરીબ તમામે કંઈને કંઈ ગુમાવ્યું છે. પૈસા હોવા છત લોકોના જીવ બચ્યા નથી તો રોજગાર બંધ થતા ગરીબોને ભૂખે મરવાનો વારો આવ્યો હતો. કોરોના હવે લોકોની માનસિકતા ઉપર પણ હાવી થઈ રહ્યો છે. જીવનની પણ અનિશ્ચિતતાઓ વધી જતાં લોકોમાં તણાવ વધી રહ્યો છે જે કોરોના કરતા પણ ઘાતક સાબિત થઈ રહ્યો છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">