ટ્રાવેલ્સ સંચાલકને ધમકાવા ગયેલ બોગસ પોલીસને અસલી પોલીસે ઝડપી પાડયો , જાણો શું છે આખો મામલો

ભરૂચ પોલીસે લોકડાઉનનો હાઉ ઉભો કરી શ્રમજીવીઓ પાસે પૈસા પડાવતા ટ્રાવેલ્સ સંચાલક ઉપર કેસ કરવાની ઘટના બાદ અન્ય ટ્રાવેલ્સ સંચાલકોમાં રહેલા પોલીસના ડરનો ઉપયોગ કરી પૈસા પડાવવાની પેરવી કરનાર એક શક્ષની સી ડિઝન પોલીસે ધરપકડ કરી છે

ટ્રાવેલ્સ સંચાલકને ધમકાવા ગયેલ બોગસ પોલીસને અસલી પોલીસે ઝડપી પાડયો , જાણો શું છે આખો મામલો
પોલીસ તરીકે ઓળખ આપનાર રિઝવાન સોડાવાલા
Follow Us:
| Updated on: Apr 20, 2021 | 6:20 PM

ભરૂચ પોલીસે લોકડાઉનનો હાઉ ઉભો કરી શ્રમજીવીઓ પાસે પૈસા પડાવતા ટ્રાવેલ્સ સંચાલક ઉપર કેસ કરવાની ઘટના બાદ અન્ય ટ્રાવેલ્સ સંચાલકોમાં રહેલા પોલીસના ડરનો ઉપયોગ કરી પૈસા પડાવવાની પેરવી કરનાર એક શક્ષની સી ડિઝન પોલીસે ધરપકડ કરી છે જયારે તેનો એક સાગરીત હજુ ફરાર છે. આરોપીઓ પોલીસ અને પત્રકારનો સ્વાંગ રચી પૈસા વસુલતા હતા.   પોલીસના સ્વાંગમાં એક ટોળકી  ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલક પાસે જઈ તમે પરપ્રાંતિય લોકોને ભડકાવવાનું કામ કરો છો અને ટિકિટ બુકિંગ કરાવો છો તેમ કહી પરપ્રાંતીય લોકોનો વિડિયો બનાવા લાગી હતી. ટ્રાવેલ્સ સંચાલક પાસે જઈ પોલીસ અને પત્રકારની ઓળખ આપી એક લાખ રૂપિયાની માગણી કરતા મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં અસલી પોલીસે નકલી  પોલીસની ધરપકડ કરી હતી જ્યારે અજાણ્યા બોગસ પત્રકારની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા  છે.

જય ટ્રાવેલ્સ સંચાલક પાસે પહોંચી રિઝવાન સોડાવાળા નામના વ્યક્તિએ પોલીસ તરીકેની ઓળખ આપી હતી. કોરોના ગાઈડલાઈનનું પાલન કરતું ન હોવાનો રુઆબ દેખાડી અઢી લાખ દંડની ચીમકી આપી હતી. અને પતાવટ માટે  એક લાખ રૂપિયાની માગણી કરી હતી જો તમે એક લાખમાં મારી સાથે પટાવટ નહીં કરો તો સાથે આવેલા પત્રકાર વિડીયો વાઇરલ કરી દેશી તેવી ધમકી આપી હતી. દરોડાની કાર્યવાહીમાં પોલીસ મીડિયાને સાથે રાખી રેડ કરવાની બાબત શન્કાસ્પદ લગતા ટ્રાવેલ્સ સંચાલકે સી ડિવિઝન પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તપાસ દરમ્યાન પોલીસ તરીકેની  ઓળખ આપનાર રિઝવાન સોડાવાળા રહેવાસી ભરૂચ સ્ટેશન મુસાફરખાના હોવાનું બહાર આવતા આજે પોલીસે તેની ધરપકડ કરી છે જ્યારે તેની સાથે રહેલો અન્ય બોગસ પત્રકાર ની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

ભોગ બનનાર ટ્રાવેલ સંચાલક દિપક મહેતાએ જણાવ્યું હતું કે તેમની જય ટ્રાવેલ્સની ઓફિસમાં આવી ટોળકીએ પોલીસ અને પ્રેસનું નામ આપી ધમકાવ્યા હતા ડબલ ભાડાનું કહ્યું અઢી લાખ ભરવા પડશે અને પતાવટ ૧ લાખમાં કરવા કહ્યું હતું. તપાસ કરતા આ લોકો ન પત્રકાર હતા ન પોલીસ હતા. મામલાની જાણ સી ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર દિપક ઉનડકટને કરવામાં આવતા ફરિયાદ નોંધી એક આરોપી રિઝવાનની ધરપકડ કરવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">