ભરૂચ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ,બાળકોને જીવનના પ્રથમ શૈક્ષણિક સત્રમાં આવકારવામાં આવ્યા

ભરૂચ ખાતે પણ આ કાર્ય્રમ યોજાયો હતો. ભરૂચ નંદેલાવ આવેલ પ્રાથમિક મિશ્ર શાળા માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. શાળા  પ્રવેશોત્સવમાં ગામના સરપંચ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સારા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ,બાળકોને જીવનના પ્રથમ શૈક્ષણિક સત્રમાં આવકારવામાં આવ્યા
shala pravesh utsav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 2:12 PM

શિસ્ત અને સંસ્કૃતિનો વારસો જેના વડે જળવાય તેનું નામ શિક્ષણ(Education)… આજથી શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં  શિક્ષણની શરૂઆત કરનાર ભૂલકાઓને વધાવવા શાળા પ્રવેશ ઉત્સવનો શુભારંભ કરાવ્યો છે. ભરૂચ (Bharuch) જિલ્લામાં ભરૂચ , અંકલેશ્વર , વાગરા , જંબુસર અને ઝગડીયા સહીત તમામ 9 તાલુકાઓમાં અધિકારીઓ અને પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો.જિલ્લાના  ધારાસભ્યો સહીત પદાધિકારીઓ અને અધિકારીઓ આ અવસરે શાળાઓમાં પધાર્યા હતા અને બાળકોનું સ્વાગત કર્યું હતું.શાળાઓમાં દફતર સહિત શૈક્ષણિક કીટ એનાયત કરાયા હતા.

vagra

વાગરા

વાગરા ખાતે કુમારશાળામાં ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. અરુણસિંહ રણાએ 300થી વધુ ભૂલકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી વધાવ્યા હતા. શાળામાં ધોરણ 8 સુધી પહેલા ત્રણ ક્રમે આવેલ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને દફતર સહિત શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

શાળા પ્રવેશોત્સવમાં વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ કોમલબેન મકવાણા, ઉપપ્રમુખ ઇમરાન ભટ્ટી, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મહેશભાઈ રાઠોડ, ભાજપના તાલુકા મહામંત્રી હરેશભાઇ પટેલ, લઘુમતી મોરચાના પ્રમુખ ફારૂક માસ્તર અને કિસાન મોરચાના તાલુકા પ્રમુખ જયપ્રકાશ પટેલ સહિત બન્ને શાળાના આચાર્ય, શિક્ષકો અને વાલીઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

shala pravesh

જંબુસર

જંબુસરમાં પણ  કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કપાસિયા પૂર્વ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. આ અવસરે બાળકોને દફતરની ભેટ આપવામાં આવી હતી. બાળકો શાળામાં ઉત્સાહભેર આવે અને શિક્ષણમાં રસ લે તેવા પ્રયાસો હાથ ધરવા માટે આવા કાર્યક્રમ  ઉપર ભાર આપવામાં આવ્યો હતો.

shala pravesh

ભરૂચ

ભરૂચ ખાતે પણ આ કાર્ય્રમ યોજાયો હતો. ભરૂચ નંદેલાવ આવેલ પ્રાથમિક મિશ્ર શાળા માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. શાળા  પ્રવેશોત્સવમાં ગામના સરપંચ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સારા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો દ્વારા નૃત્ય સાથે નવા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા.તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયશ્રી વાચ્છાની , સરપંચ લક્ષ્મી ચૌહાણ ઉપ સરપંચ પ્રકાશ મેકવાન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

valiya

વાલિયા

વાલિયા તાલુકામાં વિવિધ ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે વાલિયા તાલુકામાં આવેલ વિવિધ પ્રાથમિક શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવ અને અલ્પેશ વસાવાની  ઉપસ્થિતિમાંમાં વાલિયા તાલુકા પ્રાથમિક શાળાકનેરાવ અને કરસાડ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો  વિદ્યાર્થીઓને તિલક કરી અને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવાયો હતો આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ ધરમસિંહ વસાવા, અગ્રણી પૃથ્વીરાજસિંહ ગોહિલ, પ્રદીપસિંહ ભરથાણીયા,સરપંચ મયુર વસાવા અને આમંત્રિતો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો

shala pravesh

અંકલેશ્વર

અંકલેશ્વરની નોબરીયા સ્કૂલ કમ્પાઉન્ડ ખાતે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે  સરકારના એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રેટરી એમ આઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોનું શાળામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું .

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">