PM મોદીએ ભરુચમાં 8200 કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત કર્યુ, AAP પર નામ લીધા વિના કર્યા પ્રહાર, કહ્યુ ‘અર્બન નક્સલવાદ નવા વાઘા સાથે આવી યુવાનોને ભરમાવે છે’

PM મોદીએ તેના સંબોધનમાં જણાવ્યું કે, ગુજરાત હોય કે રાષ્ટ્રનો વિકાસ તેમાં ભરૂચનું (Bharuch) યોગદન મોટું છે. એક સમય હતો, જ્યારે ભરૂચ માત્ર ખારી સિંગ માટે જાણીતુ હતુ. પરંતુ આજે ઉદ્યોગ, ધંધા, વ્યાપાર, બંદરો સહિત અનેક બાબાતોમાં ભરૂચનો જયજયકાર થઈ રહ્યો છે.

PM મોદીએ ભરુચમાં 8200 કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત કર્યુ, AAP પર નામ લીધા વિના કર્યા પ્રહાર, કહ્યુ 'અર્બન નક્સલવાદ નવા વાઘા સાથે આવી યુવાનોને ભરમાવે છે'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીImage Credit source: TV9 GFX
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2022 | 4:36 PM

વડાપ્રધાન મોદી (Prime Minister Modi) હાલ ભરૂચ પહોંચ્યા છે, તેઓ ભરૂચમાં (Bharuch) 8200 કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત કર્યુ. તો આમોદમાં પણ તેઓ વિવિધ યોજનાઓનું લોકાર્પણ-ભૂમિપૂજન કર્યુ. તેમણે પોતાના સંબોધન દરમિયાન ભરુચનું રાષ્ટ્રના વિકાસમાં મોટુ યોગદાન જણાવ્યુ. સાથે જ ભરુચ જિલ્લાને કોસ્મો પોલિટન જિલ્લો બન્યો હોવાનું પણ જણાવ્યુ. વડાપ્રધાને જણાવ્યુ હતુ કે એક રાજ્યમાં જેટલા ઉદ્યોગ હોય એટલા ઉદ્યોગ તો એક માત્ર ભરુચમાં આજે છે. તેમણે જણાવ્યુ કે આ એક જિલ્લાના ઉદ્યોગો જેટલી માત્રામાં રોજગાર (Employment) આપી રહ્યા છે તે પણ એક મોટો રેકોર્ડ છે.

મુલાયમસિંહ યાદવને શ્રદ્ધાંજલિ પાઠવી

આમોદમાં જન સંબોધનની શરૂઆત કરતા PM મોદીએ કહ્યું કે, આજે સવારે એક દુ:ખદ સમાચાર મળ્યા, મુલાયમસિંહ યાદવનું નિધન થયુ. તેમની વિદાય એ દેશ માટે મોટી ખોટ છે. મુલાયમસહિંહ સાથે મારે વિશેષ નાતો રહ્યો છે. તેમણે કહ્યુ જ્યારે અમે મુખ્યમંત્રી તરીકે મળતા હતા. ત્યારે અમે બંને એકબીજા માટે પોતાનાપણાનો ભાવ અનુભવતા હતા. 2014માં જ્યારે મને પ્રધાનમંત્રી પદ મળ્યુ ત્યારે વિપક્ષ નેતાઓના પણ આશીર્વાદ મેળવવાનું મે વિચાર્યુ હતુ. તે દિવસે મુલાયમ સિંહે જે આશીર્વાદ આપ્યો હતો, તે આજે પણ મારી સાથે છે. અમારા રાજકારણમાં વિરોધી વિચારધારા છતા તેમણે 2019માં સંસદમાં જણાવ્યુ હતુ કે મોદીજી સૌનો સાથ સૌનો વિકાસ ઇચ્છનારા છે. જેથી 2019માં તે જીત મેળવશે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

‘આજે ઉદ્યોગ સહિત અનેક બાબતોમાં ભરૂચનો જયજયકાર’

PM મોદીએ તેના સંબોધનમાં જણાવ્યું કે, ગુજરાત હોય કે રાષ્ટ્રનો વિકાસ તેમાં ભરૂચનુ યોગદન મોટું છે. એક સમય હતો, જ્યારે ભરૂચ માત્ર ખારી સિંગ માટે જાણીતુ હતુ. પરંતુ આજે ઉદ્યોગ, ધંધા, વ્યાપાર, બંદરો સહિત અનેક બાબાતોમાં ભરૂચનો જયજયકાર થઈ રહ્યો છે. એક રાજ્યમાં જેટલા ઉદ્યોગ હોય, તેનાથી વધારે ઉદ્યોગ માત્ર ભરૂચમાં જ છે. ભૂતકાળમાં ગુજરાતની કોઇ એક સરકારના ગુજરાતના એક વર્ષના બજેટ કરતા પણ વધારેના મે એક પ્રવાસમાં લોકાર્પણ અને શિલાન્યાસના કામો કરી દીધા છે.

ભરુચ એક કોસ્મો પોલિટન જિલ્લો બન્યો

વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યુ કે ભરુચનો એટલો વિકાસ થયો છે કે હવે ભરુચ એક કોસ્મો પોલિટન જિલ્લો બની ગયો છે. આજે અહીં કોઇ કેરળનું મળે છે. તો કોઇ બિહારનું, કોઇ બંગાળનું મળી જા છે. એક સમયે કોલકાતા, દિલ્હી, મુંબઇ આ શહેરોને કોસ્મો પોલિટન કહેવામાં આવતા હતા. જો કે આજે ગુજરાતે એટલી પ્રગતિ કરી છે કે ગુજરાતના અનેક જિલ્લા કોસ્મો પોલિટન બની ગયા છે અને આખા દેશને પોતાની સાથે સમાવી આગળ વધે છે.

‘એક રાજ્યમાં જેટલા ઉદ્યોગ હોય એટલા ઉદ્યોગ તો એક માત્ર ભરુચમાં’

તેમણે જણાવ્યુ કે કેમિકલ સેક્ટર સાથે જોડાયેલા અનેક પ્લાન્ટનું પણ લોકાર્પણ થયુ છે. કનેક્ટીવીટી સાથે જોડાયેલા મોટા બે પ્રોજેક્ટ અંકલેશ્વર, રાજપીપળા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના માર્ગ અને સૌથી મોટી વાત ભરુચ જિલ્લામાં અંકલેશ્વરમાં નવુ એરપોર્ટ બનાવવા માટે આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. એક રાજ્યમાં જેટલા ઉદ્યોગ હોય એટલા ઉદ્યોગ તો એક માત્ર ભરુચ જિલ્લામાં આવેલા છે. આ એક જિલ્લાના ઉદ્યોગો જેટલી માત્રામાં રોજગાર આપી રહ્યા છે તે પણ એક મોટો રેકોર્ડ છે.

‘કાયદો અને વ્યવસ્થાએ ભરુચના લોકોને સુખ-શાંતિથી જીવતા કર્યા’

બે દશકમાં ગુજરાતના ઉદ્યોગોએ હરણફાળ ભરી છે. માછીમારો અને આદિવાસી ભાઇબહેનોની હાલત પહેલા ખૂબ ખરાબ હતી. જો કે આ તમામ લોકોના સાથ સહકારથી આજે ગુજરાત આગળ વધ્યુ છે. ભરુચમાં પહેલા ક્રાઇમની ખૂબ ઘટના બનતી હતી. જો કે આજે કાયદો અને વ્યવસ્થાએ ભરુચના લોકોને સુખ-શાંતિથી જીવતા કર્યા છે. જેનો લાભ તમામ લોકોને મળ્યો છે. તો દહેજમાં બનેલી રોરો ફેરી સર્વિસ વિકાસ માટે મોટી તાકાત બની છે. ભરુચમાં બનનારા કેમિકલ્સનો લાભ ટેક્સટાઇલ ઉદ્યોગોને પણ મળવાનો છે.

‘આજે દેશ અર્થવ્યવસ્થામાં વિશ્વમાં પાંચમા નંબરે’

2014માં જ્યારે હું દિલ્હી ગયો ત્યારે આખા વિશ્વમાં ભારત અર્થવ્યવસ્થામાં દસમાં સ્થાન પર હતુ. આજે ભારત પાંચમા નંબરે પહોંચી ગયુ છે. પહેલા પાંચ નંબર પર એ લોકો હતા જે 250 વર્ષ સુધી આપણા પર રાજ કરીને ગયા હતા. હવે તેમને પાછળ રાખીને આ દેશના યુવાનો દેશને આગળ લઇ ગયા છે.

‘અર્બન નક્સલવાદનો નવા રંગરુપ સાથે પ્રવેશવાનો પ્રયાસ’

વડાપ્રધાને કહ્યુ, પહેલા નક્સલવાદી માનસિકતા વાળા લોકોએ સરદાર સરોવર ડેમને રોકવાનો પ્રયત્ન કર્યો અને હવે અર્બન નક્સલ નવા રંગરુપ સાથે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે વાઘા બદલ્યા છે અને ઉત્સાહી ઉમંગવાળા ભોળા ભોળા જવાનીયાઓને ભરમાવી રહ્યા છે. જો કે ગુજરાત તેને આગળ વધવા નહીં દે. મેક ઈન્ડિયાના મંત્રને સાકાર કરવા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે ભારતમાં બનતા ફડાકડા લઈએ. એ કદાચ થોડો ઓછો અવાજ કરશે તો ચાલશે, પણ તેનાથી ગરીબોનું ઘર ચાલશે.

(વીથ ઇનપુટ-અંકિત મોદી, ભરુચ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">