BHARUCH : અંકલેશ્વરમાં દર મહીને કોરોના વેક્સિન કોવેક્સીનના 1 કરોડ ડોઝનું ઉત્પાદન થશે

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને સરકારની પૂર્વ તૈયારીઓ કેવી છે ? તે સવાલ પર આરોગ્ય પ્રધાને કહ્યું કે, બ્લોક સ્તરથી માંડીને જિલ્લા અને રાજ્ય સ્તરે તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 5:55 PM

BHARUCH :દેશમાં ગમે ત્યારે કોરોનાની ત્રીજી લહેર ત્રાટકી શકે છે…આ વચ્ચે સારા સમાચાર એ છે કે હવે દેશમાં દરરોજ રસી અભિયાનના નવા રેકોર્ડ બની રહ્યા છે.એક કરોડ કરતા પણ વધુ વૅક્સીન આપવામાં આવી રહી છે.કોરોનાની ત્રીજી લહેર સામે રસીકરણ અભિયાન ખુબ જ અસરદાર સાબિત થઇ શકે છે.

ગુજરાતના પ્લાન્ટમાં નિર્મિત કોરોના વેક્સિન કોવેક્સીન પ્રથમ બેચ રિલીઝ કરી દેવામાં આવી છે..હાલ રસીકરણ જ કોરોનાના સંક્રમણને રોકવાનું અમોઘ શસ્ત્ર છે, ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્તરે રસીનું ઉત્પાદન થવાથી રસીકરણની પ્રક્રિયાને ચોક્કસથી વેગ મળશે.કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ અંકલેશ્વરથી કોવેક્સીનની પ્રથમ વાણિજ્યિક બેચ રિલીઝ કરીને કહ્યું કે, સરકારના આ પગલાથી વૅક્સિનની આપૂર્તિમાં વૃદ્ધિ થશે અને તમામને વૅક્સિન પહોંચાડવામાં મદદ મળશે. અંકલેશ્વરમાં દર મહીને કરોના વેક્સિન કોવેક્સીનના 1 કરોડ ડોઝનું ઉત્પાદન થશે.

 

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને સરકારની પૂર્વ તૈયારીઓ કેવી છે ? તે સવાલ પર આરોગ્ય પ્રધાને કહ્યું કે, બ્લોક સ્તરથી માંડીને જિલ્લા અને રાજ્ય સ્તરે તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે.

 

હાલ દેશમાં 11 ટકા વસ્તીને વૅક્સીનના બંને ડોઝ લાગી ગયા છે, જ્યારે 37 ટકા વસ્તીને એક ડોઝ લાગી ગયો છે.છેલ્લા કેટલાક મહિનાઓથી રસી અભિયાનની રફતાર વધી ગઇ છે અને હવે જેમ જેમ વૅક્સીનનો જથ્થો વધશે તેમ તેમ રસીકરણ અભિયાનની રફતાર પણ વધશે, એટલે ભારત પોતાના મિશનમાં સફળ થઇ શકે છે અને વર્ષના અંત સુધી તમામ ભારતીયોને કોરોના સામે કવચ મળી શકે છે.

 

આ પણ વાંચો : Bharuch : કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે અંકલેશ્વરમાં નિર્માણ પામેલ કોવેકસીનની પહેલી બેચ રિલીઝ કરાઈ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">