ધુળેટી પર્વએ જંબુસરમાં હોળીકાના પ્રેમી ઈલોજીની સ્મશાનયાત્રા નીકળે છે, જાણો અધૂરી પ્રેમ કહાનીની દંતકથા

ધુળેટીએ જંબુસરમાં હોલિકાનાં પ્રેમી ઈલોજીની સ્મશાનયાત્રા નીકળે છે પર્વ સાથે હોલિકાનાં બલિદાન અને ઈલોજીના પ્રેમની કથાને યાદ કરતા જંબુસરના લોકો દરવર્ષે ધુળેટીના દિવસે ઈલોજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાનયાત્રા કાઢે છે .

ધુળેટી પર્વએ જંબુસરમાં હોળીકાના પ્રેમી ઈલોજીની સ્મશાનયાત્રા નીકળે છે, જાણો અધૂરી પ્રેમ કહાનીની દંતકથા
જંબુસરના લોકો દરવર્ષે ધુળેટીના દિવસે ઈલોજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાનયાત્રા કાઢે છે .
TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Mar 18, 2022 | 10:32 AM

હોળીકા(Holika)ની કથા હોળીના તહેવાર સાથે પણ સંકળાયેલી છે. હોળી(Holi)ના બીજા દિવસે ધુળેટી(Dhuleti) પર્વ મનાવાય છે . આમતો ધુળેટીના પર્વને રંગ અને ગુલાલનો તહેવાર કહેવાય છે પરંતુ ધુળેટીની ઉજવણી પાછળ પણ એક કથા વર્ણવાયેલી છે. આમતો હોળી પ્રગટાવીને દુષ્ટતાના અંતની ઉજવણી કરાય છે પરંતુ સત્ય એ છે કે હોળીકાને સળગાવતા પહેલા તેની પૂજા કરવામાં આવે છે. દુષ્ટની પૂજા આપણે કદી ન કરીએ માટે પર્વ પાછળની કથા જાણવી અને સમજવી ખુબ જરૂરી છે . હોળીકાની કથા લોકવાયકામાં જોવા મળે છે જેને જાણીને તમે આશ્ચર્યચકિત થશો કે હોળી દુષ્ટતાનું પ્રતીક નહીં પણ પ્રેમની દેવી હતી જેણે પ્રેમની ખાતર પોતાનું જીવન બલિદાન આપ્યું હતું. ચાલો આપણે જાણીએ કે હોલીકાની તે અજાણી વાર્તા.

જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે . હોલીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા છે .

હોળીકા અગ્નિદેવની ઉપાસક હતી જેને અગ્નિદેવનું વિશેષ વરદાન પ્રાપ્ત હતું.

હોળીકા અગ્નિદેવની ઉપાસક હતી હોળીકા રાક્ષસ કુળના રાજા હિરણ્યકશ્યપની બહેન હતી. તે અગ્નિદેવની ઉપાસક હતી માટે તેને અગ્નિદેવ તરફથી વરદાનમાં આવા વસ્ત્રો પ્રાપ્ત થયા કે તેને પહેર્યા પછી અગ્નિ તેને બાળી શકશે નહીં. ફક્ત આ જ કારણે, હિરણ્યકશ્યપે હોળીકા ને તેમના પુત્ર પ્રહલાદ એટલે કે હોલિકાના ભત્રીજા સાથે હવન કુંડમાં બેસવાનો આદેશ આપ્યો હતો. તે ભાઈની આજ્ઞાના પાલન દરમ્યાન ઈશ્વરીય ચમત્કારથી પ્રહલાદ બચી ગયો પણ હોલિકા બળીને ખાખ થઈ ગઈ હતી.

ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે હોળીકા અને ઇલોજીના લગ્નન થવાના હતા

હોળીકાએ પ્રેમ માટે જીવની આહુતિ આપી હતી દંતકથા અનુસાર હોલિકાના ઇલોજી નામના રાજકુમાર સાથે પ્રેમસંબંધ હતા. બંનેએ લગ્નની યોજના પણ બનાવી હતી. ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે હોળીકા અને ઇલોજીના લગ્નન થવાના હતા પરંતુ કિસ્મતમાં કંઈક આગ લખયેલું હતું . હિરણ્યકશ્યપે હોલિકાને આદેશ આપ્યો કે પ્રહલાદને તેની ખોળામાં લઇ અને હવનમાં બેસી જાય. હોળીકા પ્રહલાદની હત્યા માટેના આ ક્રૂર કૃત્ય માટે તૈયાર ન હતી ત્યારે હિરણ્યકશ્યપે હોલિકાને ડર બતાવ્યો કે જો તે આદેશનું પાલન નહીં કરે તો તે ઇલોજીને લગ્ન કરી શકશે નહીં અને ઇલોજીને સજા કરશે.

પોતાના પ્રેમને બચાવવા માટે હોલિકાએ ભાઈના આદેશનું પાલન કર્યું હતું અને હોલિકાએ પ્રહ્લાદને અગ્નિદેવના વરદાનથી બચાવ્યો અને તે પોતે ભસ્મ થઇ ગઈ હતી .ઈલોજીનેઆ બધી બાબતોની અજાણ જ્યારે હોલિકા સાથે લગ્નન કરવા જાનિયાઓ સાથે પહોંચ્યા ત્યારે સામે હોલિકાની રાખને જોઈને તે સ્તબ્ધ થઇ ગયા હતા . આ રાખમાં તેઓ હતપ્રત થઇ આળોટ્યા હતા અને અનેક રંગોનું સર્જન થયું હતું. આ બાદ ઈલોજી લોપ થયાનું અનુમાન છે.

હોલિકાનાં બલિદાન અને ઈલોજીના પ્રેમની કથાને યાદ કરાય છે

ધુળેટીએ જંબુસરમાં હોલિકાનાં પ્રેમી ઈલોજીની સ્મશાનયાત્રા નીકળે છે પર્વ સાથે હોલિકાનાં બલિદાન અને ઈલોજીના પ્રેમની કથાને યાદ કરતા જંબુસરના લોકો દરવર્ષે ધુળેટીના દિવસે ઈલોજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાનયાત્રા કાઢે છે .જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમા સૈકા ઉપરાંતથી પરંપરાગત હોળી પર્વની આ રીતે ઉજવણી કરવામાં આવે છે . પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજી ની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે અને ધુળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ માટીની પ્રતિમાને નનામીમાં સુવડાવી ફૂલહાર ચઢાવી ઈલોજીની સ્મશાનયાત્રા કાઢી વિદાય આપે છે પાંજરાપોળ પટેલ ખડકીના વિરલ પટેલે જણાવ્યું હતું પેઢીઓથી જંબુસરમાં આ પ્રથાને અનુસરાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે.

આ પણ વાંચો : દારૂ, મિત્ર અને ડૉક્ટર જૂનો એટલો સારો- શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસમાં જોડાવા મુદ્દે સાંભળો TV9ને શું કહ્યુ બાપુએ

આ પણ વાંચો : Ahmedabad: AMCએ પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર ડિફોલ્ટર્સની યાદી જાહેર કરી, 102 ડિફોલ્ટર્સ પાસેથી અંદાજે 300 કરોડથી વધુનો ટેક્સ બાકી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati