ભારે વરસાદ દરમ્યાન પાણીનો નિકાલ કરવા નગર પાલિકાએ બનાવેલી ડ્રેનેજના હાથના સ્પર્શથી પોપડા પડ્યા, જુઓ વિડીયો

કંટાળેલા સુથીયાપુરા વિસ્તારના રહીશોએ ભરૂચ નગરપાલિકાને અહીંના વરસાદી પાણીના નિકાલ માટે રજૂઆતો કરી હતી. પાલિકા તંત્ર દ્વારા સમસ્યાનો હાલ તો કઢાયો પણ તે કેટલો ટકે છે તે અંદાજ લગાવો મુશ્કેલ બન્યો છે.

ભારે વરસાદ દરમ્યાન પાણીનો નિકાલ કરવા નગર પાલિકાએ બનાવેલી ડ્રેનેજના હાથના સ્પર્શથી પોપડા પડ્યા, જુઓ વિડીયો
ડ્રેનેજના બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 8:07 PM

ભરૂચ(Bharuch) નગરપાલિકા (Nagarpalika) ભ્રષ્ટાચારના આક્ષેપો માં ઘેરાઈ છે. વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા બનાવાયેલી ડ્રેનેજનું કામ તદ્દન તકલાદી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આ મામલે ઉહાપોહ મચતાં  પાલિકા પ્રમુખઅમિત ચાવડા (Amit Chavda -President, Bharuch Nagar Palika) તપાસ ના આદેશ સાથે કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવવાની તૈયારી બતાવી છે.  ભરૂચના સુથીયાપુરા વિસ્તારમાં ચોમાસાની ઋતુ(Monsoon) દરમિયાન ભારે વરસાદ વરસે(Heavy Rain Fall) તો જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. સ્થાનિકો માટે આ સમસ્યા ચોમાસા ઋતુ દરમિયાન શિરો વેદના સમાન બની રહે છે ક્યારેક આ સમસ્યા જોખમનું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. ઘણીવાર ધસમસતા પાણી લોકો માટે જીવનો જોખમ ઉભુ કરી દે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

સાશક પક્ષના નગરસેવકે નબળી ગુણવત્તા સ્વીકારી

કંટાળેલા સુથીયાપુરા વિસ્તારના રહીશોએ ભરૂચ નગરપાલિકાને અહીંના વરસાદી પાણીના નિકાલ માટે રજૂઆતો કરી હતી. પાલિકા તંત્ર દ્વારા સમસ્યાનો હાલ તો કઢાયો પણ તે કેટલો ટકે છે તે અંદાજ લગાવો મુશ્કેલ બન્યો છે. સ્થાનિક રહીશ વિનોદભાઈના જણાવ્યાનુસાર નગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈન બનાવી આપી છે. આ માટે તેમનો આભાર માનવો જોઈએ પરંતુ આ ડ્રેનેજની ઊંચાઈ અને બાંધકામની ગુણવત્તા તપાસ માંગી રહી છે. સ્થાનિક મહિલા સીમા બહેને જણાવ્યું હતું કે ચોમાસામાં આ ખુલ્લી ગટર અને તેમાં છોડી દેવાયેલા સળિયા  નાના બાળકો અને વૃદ્ધો માટે જોખમ ઊભું કરે તો નવાઈ નહીં, ખુલ્લી ગટર બનાવવા પાછળનું પાલિકાનું તર્ક અમારી સમજ બહાર છે

ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સ્થાનિક નગરસેવિકા સુરભીબેન તમાકુવાળા એ સ્થાનિકોના રોષને જોતા સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે પણ સ્વીકાર્યું કે ગુણવત્તા ખૂબ જ નબળી છે. મામલો ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા સુધી પહોંચતા તેમણે વિવાદના પગલે તપાસના આદેશ કર્યા છે. આ ઉપરાંત પાલિકા પ્રમુખે ગુણવત્તા વિનાનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરનું  પેમેન્ટ અટકાવવાની પણ તૈયારી બતાવી છે.

વિપક્ષે તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી

ચૂંટણી આવી રહી છે વિપક્ષ આ મુદ્દો ઉછાળવામાં કોઈ કચાસ છોડવાના મૂડમાં નથી. વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદે જણાવ્યું હતું કે મામલે યોગ્ય તપાસ થવી જોઈએ અને કસૂરવારો સામે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. વિપક્ષે આ કામ માટે નિમણુંક કરાયેલી એજન્સીઓ બ્લેક લિસ્ટ કરવાની પણ માંગ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">