ભરૂચ જિલ્લા કલેક્ટરનાં શહેરને હેપ્પી , ગ્રીન અને ક્લીન બનાવવાનાં સપના પર સીએમની મહોર, “માય લિવેબલ ભરૂચ” અભિયાનનો પ્રારંભ

ભવ્ય ઇતિહાસ ધરાવતું ભરૂચ જુદા-જુદા કાળ દરમ્યાન અવિરત પણે પૂર્વ અને પશ્ચિમનાં દેશો વચ્ચે તેજાના અને રેશમનાં વહાણમાર્ગમાં અગત્યનાં વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું હતું.

ભરૂચ જિલ્લા કલેક્ટરનાં શહેરને હેપ્પી , ગ્રીન અને ક્લીન બનાવવાનાં સપના પર સીએમની મહોર, માય લિવેબલ ભરૂચ અભિયાનનો પ્રારંભ
Bharuch is an ancient city
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2022 | 12:44 PM

16 જૂને ભરૂચના દહેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) ‘ માય લિવેબલ ભરૂચ ‘ (My livable Bharuch)અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા(Tushar Sumera -Collector , Bharuch)એ આ પ્રોજેક્ટ થકી ભરૂચ શહેરને હેપ્પી , ગ્રીન અને ક્લીન બનાવવાની નવતર પહેલનું સ્વપ્ન જોયું છે જેને સરકાર કરવા વહીવટીતંત્ર સાથે સામાજિક અને પર્યાવરણપ્રેમી સંસ્થાઓ ઉપરાંત નાગરિકો જોડાઈ રહ્યા છે.ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના વિઝન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૌરાણિક નગરી ભરૂચને શ્રેષ્ઠ અને રહેવાલાયક બનાવવાના નવતર અભિયાન “માય લિવેબલ ભરૂચ”ની આજથી શરૂઆત થઈ છે.

મુખ્ય પ્રધાને ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન અને શુભેચ્છા પાઠવી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનનો શુભારંભ ગુરુવારે દહેજથી કરાવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ભરૂચને પસંદગીનું શહેર અને રહેવા યોગ્ય બનાવવા અને શહેરનું વાતાવરણ સુખદ બનાવવાના અનેક પ્રયાસો કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ભરૂચમાં કાર્યરત ઔદ્યોગિક એકમો સામાજિક જવાબદારી નિભાવવા તંત્ર સાથે ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. Corporate Social Responsibility – CSR દ્વારા જિલ્લામાં વિકાસ , જાળવણી અને સુંદરતામાં વધારો કરવા વિવિધ કામગીરીઓ કરશે. આ ઉપરાંત અનેક બિન – સરકારી સંસ્થાઓ અને સ્વયંસેવકો પણ પોતાનો સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે.

cm gujarat and dm bharuch (1)

શું છે આ નવતર પહેલ?

શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે દિવસમાં ત્રણ વખત રસ્તાઓની સફાઈ કરવામાં આવશે, ભીંતચિત્રોથી શહેરને સુશોભિત કરવામાં આવશે, તમામ જાહેર સ્થળો ચાલવા કે ફરવા યોગ્ય બનાવાશે, ભરૂચને આનંદપ્રદ અને સલામત બનાવશે, ફૂટપાથ , ઉદ્યાનની ગુણવત્તા જાળવવા તેમજ રાહદારીઓને ટ્રાફિકથી બચાવવા આયોજન કરાશે, રહેણાંક રસ્તાઓ પર ટ્રાફિક ઘટાડવા અને ફૂટપાથ પહોળા બનાવાશે. વ્યવસાયિક ક્ષેત્ર કે વ્યાપારી વિસ્તારોમાં પાર્કિંગ માટે પાર્કિંગ સ્પેસ પ્રદાન કરાશે , શિક્ષણ અને સંદેશાવ્યવહાર સાથે જનજાગૃતિ અભિયાન દ્વારા તમામ શાળા , કોલેજો અને શહેરના તમામ રહેવાસીઓને પ્રેરિત કરવાના પ્રયાસો કરવામાં આવશે.

ભરૂચનો ભવ્ય ઇતિહાસ

ભરૂચ જુદા-જુદા કાળ દરમ્યાન અવિરત પણે પૂર્વ અને પશ્ચિમનાં દેશો વચ્ચે તેજાના અને રેશમનાં વહાણમાર્ગમાં અગત્યનાં વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું હતું. ભરાકચ્છ, ભૃગુકચ્છ, બ્રૉચ અને આજના ભરૂચ તરીકે નગર ઓળખાયું હતું. બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શક્તાં અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું. આજ પરંપરા હેઠળ અન્ય અને અનેક શહેરોની જેમ જ બ્રિટિશ રાજ દરમ્યાન ભરૂચ અધિકૃત રીતે બ્રૉચ (Broach) તરિકે પણ ઓળખાતું હતું. ભરૂચ આદિકાળથી ભારતીય ઉપખંડ અને દૂર પૂર્વનાં દેશોથી છેક નૈઋત્ય એશિયા, મધ્ય-એશિયા, ભૂમધ્ય પ્રદેશ અને ઉત્તર આફ્રિકા તથા યુરોપ સુધી થતાં વ્યાપારમાં મહત્વનું બંદર સ્થાપિત થયેલું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">