વરસાદના પાણીમાંથી પસાર નહિ થવાની ટાબરિયાની સલાહ ન માની અને 4 લોકો તણાયા.. જુઓ જળસમાધીનો વિડીયો

પિલુદ્રા ગામે 13 જુલાઈના રોજ સવારે ૯.૩૦ વાગ્યાના અરસામાં ખેડૂત જીગ્નેશ પટેલ પોતાનું ટ્રેકટર લઈ સીમમાં જવા રવાના થયા હતા. ખેતરની સ્થિતિ જોવા જીગ્નેશભાઈ સાથે શ્રવણ વસાવા , રમેશ વસાવા અને ગિરીશ પટેલ પણ ટ્રેકટરમાં સવાર થયા હતા.

વરસાદના પાણીમાંથી પસાર નહિ થવાની ટાબરિયાની સલાહ ન માની અને 4 લોકો તણાયા.. જુઓ જળસમાધીનો વિડીયો
tractor overturned in the rainwater
TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Jul 14, 2022 | 11:51 AM

અંકલેશ્વર(Ankleshwar)ના પિલુદ્રા ગામે ખાડીના ધસમસતા પાણીમાંથી ટ્રેકર લઈ પસાર થવાનો પ્રયાસ કરનાર 4 લોકોના તણાઈ જવાની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં સ્પષ્ટ સંભળાય છે કે નાનું બાળક “પસાર નહીં થવાય” તેમ જણાવી રહ્યો છે. સલાહની અનદેખી ભારે પડી અને  આ ઘટનામાં ૪ લોકો તણાયા હતા જે પૈકી ૩ ને બચાવી લેવામાં સફળતા મળી હતી જયારે 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું. ઉલ્લેખનીય છે કે રેડ એલર્ટ દરમ્યાન ભરૂચ જિલ્લામાં સતત બે દિવસ ભારે વરસાદના પગલે નદી – નાળા છલકાય હતા. ભરૂચ જિલ્લામાં વરસાદી પાણીમાં તણાઈ જવાની ત્રણ ઘટનાઓ સામે આવી હતી 7 લોકોને બચાવી લેવાયા હતા જયારે ૨ લોકોના મોત નિપજ્યા છે.

પિલુદ્રા ગામે 13 જુલાઈના રોજ સવારે ૯.૩૦ વાગ્યાના અરસામાં ખેડૂત જીગ્નેશ પટેલ પોતાનું ટ્રેકટર લઈ સીમમાં જવા રવાના થયા હતા. ખેતરની સ્થિતિ જોવા જીગ્નેશભાઈ સાથે શ્રવણ વસાવા , રમેશ વસાવા અને ગિરીશ પટેલ પણ ટ્રેકટરમાં સવાર થયા હતા. સીમ તરફના માર્ગ ઉપર ખાડીના પાણી ફરી વળયા હતા. ટ્રેકટર આ પાણીમાંથી પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવતા રોડની સાઈડ ઉપર ટ્રેકટર ઉતરી જ્યાં ટ્રેકટર સાથે ચારેય લોકો તણાયા હતા. ઘટનાના વાઇરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ખાડીના પાણીમાં પલ્ટી ગયેલા ટ્રેક્ટરે સીધી જળસમાધિ લીધી હતી.

ગઈકાલે આ ઘટનાના પગલે દોડધામ મચી ગઈ હતી. માજી મંત્રી અને ધારાસભ્ય ઈશ્વર પટેલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાવ્યું હતું. ખાડીમાં ઝાડીઓ પકડાઈ જવાના કારણે ત્રણ લોકોનો બચાવ થયો હતો જયારે  ગિરીશ પટેલ નામનો વ્યક્તિ લાપતા બન્યો હતો. ઘણા સમયની શોધખોળ બાદ ગિરીશભાઈની લાશ મળી આવતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. 50 વર્ષીય ગિરીશ પટેલ પાણીમાં તણાયા બાદ ઊંડા પાણીમાં ગરકી જતા તેમનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યું  હતું.  ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે 2 લોકોના મોત  નીપજ્યા છે. આમોદમાં પણ તળાવમાંથી એક યુવાનની લાશ મળી આવી છે. યુવાન બે દિવસથી લાપતા હતો.

 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati