વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) હાલ ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાને ભરૂચમાં (Bharuch) 8200 કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત કર્યુ. તો આમોદમાં વડાપ્રધાનના સંબોધન પહેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સભામાં સંબોધન કર્યુ હતું. જેમાં મુખ્યપ્રધાને જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ક (Bulk Drug Park) બનાવવાની જાહેરાત કરી છે. જેના માટે કેન્દ્ર સરકારે આપેલા નાણાં સિવાય રાજ્ય સરકાર દ્વારા 450 કરોડનો સહયોગ આપવાની પણ મુખ્યપ્રધાને જાહેરાત કરી છે.
आज पहला बल्क ड्रग पार्क गुजरात को मिला। केमिकल सेक्टर से जुड़े अनेक प्लांट का भी आज लोकार्पण हुआ है।अब भरूच बड़ौदा या सूरत के एयरपोर्ट पर निर्भर नहीं रह सकता अब भरूच का अपना एयरपोर्ट होना चाहिए, इसलिए अंकलेश्वर में नया एयरपोर्ट बनाने का आज शिलान्यास किया गया: PM pic.twitter.com/ClHtkTrOTz
— ANI_HindiNews (@AHindinews) October 10, 2022
હવે ગુજરાતમાં દવાનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને એક જ સ્થળેથી મળશે જરૂરી તમામ સુવિધા. ભરૂચના જંબુસરમાં ઔદ્યોગિક પાર્ક બનશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને કહ્યું કે બલ્ક ડ્રગ પાર્ક માટે રાજ્ય સરકાર 450 કરોડનો સહયોગ આપશે. કુલ 2 હજાર 506 કરોડના ખર્ચે બલ્ક ડ્રગ પાર્ક બનાવવામાં આવશે. 2 હજાર એકરથી વધુ વિસ્તારમાં બ્લક ડ્રગ પાર્ક પથરાયેલો હશે. આ પાર્ક બન્યાં બાદ દવા ઉત્પાદન કરતા ઉદ્યોગકારોને એક જ સ્થળેથી તમામ સુવિધા મળી રહેશે..એટલું જ નહીં ઉદ્યોગકારોને ખૂબ જ ઓછા ભાવે જમીન અને શરૂઆતમાં મૂડીરોકાણ કરવામાં રાહત અપાશે. મહત્વનું છે કે બલ્ક ડ્રગ પાર્ક માટે કેન્દ્ર સરકાર અગાઉથી જ 1000 કરોડ સહાયની જાહેરાત કરી ચૂકી છે.
ભરૂચના કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આજે ગુજરાતને જે સિદ્ધિ મળી છે, તેનો પાયો PM મોદીએ નાખ્યો હતો. વડાપ્રધાન બન્યા બાદ મોદીએ મેક ઈન ઈન્ડિયા નો મંત્ર આપ્યો. નરેન્દ્ર મોદીની નીતિના કારણે ગુજરાતનો વિકાસ થયો. વધુમાં ઉમેર્યું કે, આત્મનિર્ભર યોજનાથી MSME સહિત ઉદ્યોગોને ફાયદો થશે. આ વિવિધ વિકાસ પ્રોજેક્ટથી આદિવાસી વિસ્તારમાં આર્થિક અને સામાજીક પરિવર્તન આવશે. તો વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે અને આજનો દિવસ ગુજરાતની વિકાસગાથામાં સુવર્ણ અક્ષરે લખાશે.