Bharuch : અસહ્ય મોંઘવારી સામે ટકી રહેવા આમઆદમી ભગવાનની શરણે પહોંચ્યો,જાણો દેવું ઉતારવા લોકોએ શું કર્યું?

કપરા કોરોના કાળમાં અનેક લોકો બેરોજગાર બનવા સાથે આર્થિક ભીંસમાં સપડાતા દેવાના ડુંગરો તળે દબાયા છે. આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા ભરૂચમાં સિંધવાઈ માતાના મંદિરે અનોખી માન્યતા પ્રમાણે દૂર દૂર થી લોકો ઋણ મુક્ત થવા અનોખો ટુચકો અજમાવે છે.

Bharuch : અસહ્ય મોંઘવારી સામે ટકી રહેવા આમઆદમી ભગવાનની શરણે પહોંચ્યો,જાણો દેવું ઉતારવા લોકોએ શું કર્યું?
Sindhvai Temple - Bharuch
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 6:54 PM

હાલ મોંઘવારી આમ આદમીને કમરતોડ ફટકો મારી રહી છે. કોરોનાના ભરડામાંથી હજુ અર્થતંત્ર બહાર નથી આવ્યું ત્યાંતો મોંઘવારી અસહ્ય બની રહી છે.  કોરોનાએ લોકોને શારીરિક કરતા આર્થિક નુકશાન વધુ કર્યું છે. કડક લોકડાઉન અને પ્રતિબંધોના કારણે લોકોના વેપાર રોજગારને ભારે નુકશાન પહોંચ્યું છે. ઘણા વેપારના ટ્રેન્ડ બદલાયા છે જેના કારણે અનેક લોકોના રોજગાર છીનવાયાછે. મુશ્કેલી સમયે માનવી એક આશરો કુદરત તરફ જરૂર શોધે છે. દેવામુક્ત બનવાના પ્રયાસરૂપે આજે ભરૂચવાસીઓએ એક અનોખો ટુચકો અજમાવ્યો હતો.

કપરા કોરોના કાળમાં અનેક લોકો બેરોજગાર બનવા સાથે આર્થિક ભીંસમાં સપડાતા દેવાના ડુંગરો તળે દબાયા છે. આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા ભરૂચમાં સિંધવાઈ માતાના મંદિરે અનોખી માન્યતા પ્રમાણે દૂર દૂર થી લોકો ઋણ મુક્ત થવા અનોખો ટુચકો અજમાવે છે. મંદિરના પટાંગણમાં આવેલ સમી વૃક્ષની નખથી છાલ ઉતારી માતાજીને અર્પણ કરનાર દેવા મુક્ત બનતા હોવાની માન્યતાને અનેક લોકોએ અનુસરી હતી.

દશેરા વિજયાદશમીના પર્વએ ભરૂચમાં દેવું ઉતારવા અનોખી પૂજા થાય છે. શહેરમાં સિંધવાઇ માતાના મંદિરમાં સમી વૃક્ષની છાલ હાથથી ઉખાડી માતાને અર્પણ કરવાથી દેવું ઉતરતું હોવાની માન્યતા સાથે અનેક લોકો નશીબ અજમાવવા આસ્થાભેર ઉમટી પડે છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે ઘણા લોકોની નોકરી છીનવાઈ જવા સાથે વેપાર- ધંધા પણ ઠપ થઈ ગયા હતા. કારમી મોંઘવારીમાં માત્ર કરકસરનો કિમિયો કારગર નહિ નિવડતા હવે નસીબ અજમાવવા આમઆદમી અવનવા નુસખા અને માન્યતાઓનાં જોરે ભગવાનનાં દ્વાર ખટખટાવી રહ્યો છે.

દેવું ઉતારવાની અને ઘર-પરિવારમાં કાયમ બરકત રહે તેવી એક માન્યતા વિજયાદશમીએ ભરૂચ શહેરમાં આવેલા સિંધવાઇ માતાનાં 300 વર્ષ જૂના પ્રાચીન મંદિર સાથે સંકળાયેલી છે. માન્યતા મુજબ સિંધવાઇ માતાનાં મંદિરમાં આવેલા સમી વૃક્ષની છાલ હાથથી ઉખાડી તે આસતરીના પાન સાથે માતાને અર્પણ કરવામાં આવે તો શ્રદ્ધાળુનું દેવું દૂર થવા સાથે ધન લાભ થાય છે.

સૈકાઓ જૂની માન્યતાને અનુસરીને માતાનાં આશીર્વાદ સાથે દેવા મુકત થવા જિલ્લા ઉપરાંત અન્ય મોટા શહેરોમાંથી પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડી શ્રદ્ધામાં ગળાડૂબ બની માન્યતા મુજબ પૂજાવિધી કરે છે. વિજયાદશમીએ અપાર શ્રદ્ધા સાથે મંદિરે ટુચકો અજમાવી મોંઘવારીનાં સમયમાં માતાજી સમક્ષ પ્રાર્થના કરવા ભરૂચમાં શ્રદ્ધાળુઓ ઉમટવાનાં શરૂ થઇ ગયાં છે. સમી સાંજે આ માન્યતા મુજબ સમી વૃક્ષની છાલ ઉખાડી આસ્તરી ના પાન માતાને અર્પણ કરવા સિંધવાઈ મંદિરે કતારો લાગી ગઈ હતી.

આ પણ વાંચો :  ભરૂચ : અંકલેશ્વર જીઆઇડીસીમાં એક કેમિકલ કંપનીમાં આગ લગતા 3 મજુરો દાઝયા

આ પણ વાંચો : “આ મંદિર વેચવાનું છે”, અશાંતધારો લાગુ હોવા છતાં વર્ષોથી રહેતા લોકો ઘર-બાર વેંચવા મજબૂર બન્યા

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">