ભરૂચ: ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ લોકો માટે ખતરો બની રહ્યું છે! હેઝાર્ડ વેસ્ટ કેમીકલ નદી નાળામાં ઠાલવી દેવાનું ત્રીજું કૌભાંડ ઝડપાયું

ભરૂચ જિલ્લો દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર છે. અહીંના ઔદ્યોગિક વિકાસ માટે સરકાર પણ મક્કમ છે.  ઔદ્યોગિક વિકાસ અને સુવિધાનો વ્યાપ વધારવા હજારો કરોડના MOU પણ કરાયા છે પણ ઔદ્યોગિક વિકાસ સ્થાનિકોના સ્વાસ્થ્યના ભોગે કેવો કેટલો યોગ્ય?

ભરૂચ: ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ લોકો માટે ખતરો બની રહ્યું  છે! હેઝાર્ડ વેસ્ટ કેમીકલ નદી નાળામાં ઠાલવી દેવાનું ત્રીજું કૌભાંડ ઝડપાયું
| Updated on: Jan 04, 2024 | 8:36 AM

ભરૂચ જિલ્લો દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર છે. અહીંના ઔદ્યોગિક વિકાસ માટે સરકાર પણ મક્કમ છે.  ઔદ્યોગિક વિકાસ અને સુવિધાનો વ્યાપ વધારવા હજારો કરોડના MOU પણ કરાયા છે પણ ઔદ્યોગિક વિકાસ સ્થાનિકોના સ્વાસ્થ્યના ભોગે કેવો કેટલો યોગ્ય? પર્યાવરણનું પતન કરવાના કારસાની ત્રીજી ઘટના બુધવારે ટૂંકા સમયમાં ભરૂચ SOG એ ઝડપી પાડી છે.

જનરલ મેનેજર સહીત ચાર લોકો સામે ગુનો નોંધાયો

મનુષ્ય અને પશુ-પક્ષીઓનું જીવન જોખમમાં મૂકી ખમકારકરીતે  એસીડીક હેઝાર્ડ વેસ્ટ કેમીકલ ગેરકાયદેસર નિકાલ કરાવતા એગ્રોટેક કંપનીના જનરલ મેનેજ સહિત ચાર ઇસમો વિરૂધ્ધ ભરૂચ એસ.ઓ.જી.એ ગુનો દાખલ કર્યો છે. પોલીસે કેમિકલ વેસ્ટ ભરેલો ટેમ્પો પણ કબ્જે કર્યો છે.

ભરૂચ SOG ના PI  એ.એ.ચૌધરી તથા PI  એમ.વી.તડવીએ પોતાની ટીમને કેમિકલ વેસ્ટર્ન ગેરકાયદે નિકાલ અટકાવવા તરફ વિશેષ ધ્યાન આપી ટીમને આ તરફ કાર્યરત કરી છે.  એસ.ઓ.જી. પોલીસ ટીમ પાનોલી જી.આઈ.ડી.સી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે અરસામાં આઈસર ટેમ્પો નંબર- GJ-16-X-8734 ને અટકાવી તપાસ કરતા શંકાસ્પદ કેમીકલ વેસ્ટ મળી આવેલ હતું.

આ એસેડીક હેઝાર્ડ વેસ્ટ પાનોલી જી.આઈ.ડી.સી માં આવેલ “બી.આર એગ્રોટેક લીમીટેડ” કંપનીમાંથી ભરેલ હોવાનું જણાઇ આવતા FSL તેમજ GPCBના અધિકારી ઓને જાણ કરી પ્રાથમિક સેમ્પલ લેવડાવેલ તેમજ “બી.આર.એગ્રોટેક લીમીટેડ એકમમાં પણ સંગ્રહીત વેસ્ટ વોટરના FSL તેમજ GPCB ના અધિકારી દ્વારા સેમ્પલ લઈ તપાસ કરતા બંને સેમ્પલ મેચ થયા હતા.

આ વેસ્ટ “બી.આર એગ્રોટેક લીમીટેડ” કંપની પાનોલીએ વેસ્ટ નિકાલ બાબતે પરવાનગી વગર ગમે ત્યાં ઠાલવી દેવા રવાના કર્યું હતું. કંપની પાનોલીના જનરલ મેનેજર  સહિત ચાર આરોપીઓ વિરૂધ્ધ SOG ભરૂચ દ્વારા પાનોલી પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ ૨૮૪,૩૩૬,૧૧૪ તથા પર્યાવરણ સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ ની કલમ ૭,૮,૧૫ મુજબનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.

આ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો

  • ચંદ્રમોહનસીંગ જયપાલસીંગ, રહે.હાલ. મ.નં. ડિ/૦૫/૪૭, ગાર્ડનસીટી, ન્યુ મોલ પાસે, અંકલેશ્વર જી.આઈ.ડી.સી., જી.ભરૂચ.
  • દિપકકુમાર કિશોરભાઈ સોલંકી, રહે. મ.નં.૩૦, બાલાજી રેશીડન્સી, મહાવીર ટર્નીંગ પાસે,અંકલેશ્વર, જી.ભરૂચ.
  • મોહમદઇકરામુદ્દીન સલાઉદ્દીન પઠાણ, રહે- ગોષીયા મસ્જીદની પાછળ, કન્નુના મકાનમાં, અંસાર માર્કેટ, તા.અંક્લેશ્વર, જી.ભરૂચ
  • રોક્કી નામનો ઈસમ

કૌભાંડ કઈ રીતે ચાલતું હતું?

આરોપીઓ પૈકીનો રોક્કી નામનો ઈસમ  “બી.આર.એગ્રોટેક લિમીટેડ” કંપનીના મેનેજમેન્ટ સાથે મળી કંપનીમાંથી ઉત્પાદિત થતા કે નિકળતા કેમિકલ એસીડીક હેઝાર્ડ વેસ્ટના નિકાલ માટે કામ લેતો હતો . કંપનીમાંથી આઇસર ટેમ્પામાં ડ્રમમાં ભરી કિમ (સુરત) ની આસપાસ નદીનાળા માં ગેરકાયદેસર નિકાલ કરી દેવાતું હતું.

ગુનાને ઝડપી પાડવામાં PI એ.એ.ચૌધરી તથા એમ.વી.તડવી સાથે PSI આર.એલ.ખટાણા અને ટીમમાં અ.હે.કો રવિન્દ્રભાઈ નુરજીભાઈ ,અ.હે.કો. શૈલેષભાઈ ઈશ્વરભાઈ , પો.કો સુરેશભાઈ રામસીંગભાઈ,પો.કો મોહમદગુફરાન, મોહમદઆરીફ તથા પો.કો.તનવીર મહંમદ ફારૂક નાઓએ ટીમવર્કથી કામગીરી કરી હતી.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:34 am, Thu, 4 January 24