AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch Video : ગુજરાતમાં નથી અટકી રહ્યો શ્વાનના જીવલેણ હુમલાનો સિલસિલો, 6 વર્ષના બાળકને લોહીલુહાણ કર્યું

Bharuch : રખડતા શ્વાનના કારણે જ્યારથી વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈના મૃત્યુ(Wagh Bakri Owner Parag Desai's Death)ના સમાચાર આવ્યા છે ત્યારથી કૂતરાઓની સમસ્યાને લઈને અસરકારક પગલાં ભરવાની ફરી ચર્ચાઓ  શરૂ થઈ ગઈ છે.  આ ઘટના બાદ તંત્ર આખડતાં શ્વાન બાબતે ચોક્કસ એક્શન પ્લાન બનાવે તેવી માંગ વચ્ચે શ્વાન દ્વારા જીવલેણ હુમલા(Deadly attacks by dogs)નો વધુ એક બનાવ સામે આવ્યો છે.જંબુસર(Jambusar)માં પણ રખડતા શ્વાન નો આંતક સામે આવ્યો છે. 7 વર્ષ નો બાળક બન્યો શ્વાન ના હુમલાનો ભોગ બનતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2023 | 12:52 PM
Share

Bharuch : રખડતા શ્વાનના કારણે જ્યારથી વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈના મૃત્યુ(Wagh Bakri Owner Parag Desai’s Death)ના સમાચાર આવ્યા છે ત્યારથી કૂતરાઓની સમસ્યાને લઈને અસરકારક પગલાં ભરવાની ફરી ચર્ચાઓ  શરૂ થઈ ગઈ છે.  આ ઘટના બાદ તંત્ર આખડતાં શ્વાન બાબતે ચોક્કસ એક્શન પ્લાન બનાવે તેવી માંગ વચ્ચે શ્વાન દ્વારા જીવલેણ હુમલા(Deadly attacks by dogs)નો વધુ એક બનાવ સામે આવ્યો છે.જંબુસર(Jambusar)માં પણ રખડતા શ્વાન નો આંતક(Stray Dogs Attack) સામે આવ્યો છે. 7 વર્ષનો બાળક બન્યો શ્વાનના હુમલાનો ભોગ બનતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

જંબુસરમાં બાળક પર શ્વાને હુમલો કર્યો

જંબુસર નગરના ઘાંચીવાડ વિસ્તારના બાળક પર શ્વાને હુમલો કર્યો છે. બાળક આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સફવાન નામના 7 વર્ષના બાળકનો શ્વાને પીછો કરી તેને બચકું ભરી લીધું હતું. આ ઘટનામાં બાળક ને પીઠના ભાગે ઇજાઓ પહોંચી છે. જંબુસરની સ્થાનિક હોસ્પિટલમાં બાળકને સારવાર આપવામાં આવી હતી . મામલે રોષ ફેલાયો છે અને તંત્ર જંબુસરમા રખડતા પશુઓ માટે અસરકારક કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.

વાઘ બકરીના પરાગ દેસાઈ પણ શ્વાનના હુલામણા કારણે મૃત્યુ પામ્યા હતા 

વાઘ બકરીના પરાગ દેસાઈ સાથે બનેલી ઘટના સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. પરાગ દેસાઈ(Parag Desai) મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં કૂતરાઓના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. દેસાઈ પોતાનો જીવ બચાવવા દોડવા લાગ્યા ત્યારે તે લપસીને રોડ પર પડી ગયા હતા. આ ઘટનામાં તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તબીબો અનુસાર 50 વર્ષીય પરાગને બ્રેઈન હેમરેજ થયું અને તેનું અમદાવાદની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

શ્વાનના કરડવાના 700 બનાવ

સપ્ટેમ્બર 2023  અનુસાર માત્ર ભરૂચમાં એક જ મહિનામાં શ્વાન કરડવાના 705 બનાવ નોંધાયા છે. શ્વાનના હુમલાનો ભોગ બનનાર આ લોકોએ અલગ -અલગ હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડી હતી. એક તરફ રખડતા પશુઓના કારણે અકસ્માતની ઘટનાઓ વાહનચાલકોને પરેશાન કરે છે તો બીજી તરફ શ્વાનના હુમલા હવે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.

ગુજરાતમાં શ્વાન કરડવાના કેસની વધુ સંખ્યા ચિંતાજનક ગણી શકાય તેમ છે. ભરૂચ જીલ્લામાં પણ રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. આ અગાઉ પણ જંબુસર વિસ્તારમાં શ્વાને બાળકોને ઈજાગ્રસ્ત કરાયા હોવાની ઘટનાઓ સામે આવી ચુકી છે પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી. માત્ર સપ્ટેમ્બર માસમાં જ શ્વાન કરવાના 700 જેટલા કેસ નોંધાયા છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">