Bharuch: સ્પા ની આડમાં ચાલતા દેહ વ્યાપારના વેપલાને ઝડપી પડાયો, સંચાલક સહીત 4 ની ધરપકડ કરાઈ

ઇન્ચાર્જ ડીવાયએસી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે રેડ દરમ્યાનમાં 4 યુવતીઓ સાથે સંચાલક અને ગ્રાહકોને ઝડપી પડાયા છે.મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

Bharuch: સ્પા ની આડમાં ચાલતા દેહ વ્યાપારના વેપલાને ઝડપી પડાયો, સંચાલક સહીત 4 ની ધરપકડ કરાઈ
સ્પા સંચાલક સહીત ચાર લોકોની ધરપકડ કરાઈ છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 3:09 PM

ભરૂચ(Bharuch) શહેરમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના વેપલા ઉપર ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે રેડ કરી 4 મહિલાઓને મુક્ત કરાવી હતી જયારે સપના સંચાલક સહીત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ટૂંકા સમયગાળામાં આ બીજો બનાવ છે જયારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપાર ઉપર છાપો મારી સ્પા સંચાલકો સામે કાર્યવાહી કરી છે.ભરૂચ શહેરના લીંકરોડ ઉપર આવેલ સિલ્વર સ્ક્વેર શોપીંગમાં “ Shine Spa” નામની દુકાનની આડમાં ચાલતા દેહ વ્યાપારનો ભરુચ શહેર એ ડીવીઝન પોલીસે પર્દાફાશ કર્યો છે.

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ કે ભરવાડને બાતમી મળી હતી કે સિલ્વર સ્ક્વેર શોપીંગમાં સ્પાની આડમાં દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તી ચાલી રહી છે. પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડે બાતમી આધારે એક ખાનગી વ્યક્તિને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ગ્રાહક તરીકે તૈયાર કરી સ્પામાં મોકલવામાં આવ્યો હતો. પોલીસના માણસને સ્પામાં દેહ વ્યાપાર માટે યુવતીઓ બતાવવામાં આવતા દેહ વ્યાપારનો વેપલો ચાલતો હોવાનું સ્પષ્ટ થયું હતું.

બાતમી સાચી સાબિત થતા પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડે ટીમ સાથે રેડ કરી હતી.પોલીસ “ Shine Spa” માંથી 4 યુવતિઓને મુક્ત કરાવી હતી. દરોડા સમયે “ Shine Spa” નામની દુકાનમાંથી દેહ વ્યાપારનો ધંધો યલાવતો પંકજભાઇ નગીનભાઇ પરમાર તથા ગ્રાહકો હાજર મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુકાન માલીક વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇમોરલ ટ્રાફિકીંગ એક્ટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫,૭ મુજબનો ગુનો રજીસ્ટર કરી પંકજભાઇ નગીનભાઇ પરમાર રહે, ર૬.સ્તવન સોસાયટી ચાવજ , વિરેન્દ્રસિંહ સરદારજી માત્રોજા રહે ૮૩ , શીવ સાલૈગ્રામ કરજણ, સોયેબ યુસુફભાઇ મોહમંદ પઠાણ રહે, ૩૭ રોશન સોસાયટી અંકલેશ્વર અને ઇરફાનભાઇ જમાલભાઇ મહમદ પીંજારા રહે મહમંદી પાર્ક થામની ધરપકડ કરી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઇન્ચાર્જ ડીવાયએસી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે રેડ દરમ્યાનમાં 4 યુવતીઓ સાથે સંચાલક અને ગ્રાહકોને ઝડપી પડાયા છે.મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનાને ઝડપી પાડવામાં પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ સાથે PSI આર.એલ.ખાટાણા તેમજ પ્રજ્ઞેશભાઇ, જીતેંદ્રભાઈ , પંકજભાઇ , સરફરાજભાઇ , કાનુભાઈ , શક્તિસિંહ , અજયસિંહ , વિજયભાઇ , દિક્ષીતભાઇ , પંકજભાઇ , રીનાબેન,અસ્મિતાબેન, અને ટીનાબેનએ ટીમવર્કથી કામગીરી કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">