AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, સોશિયલ મીડિયાની મદદથી યુવતીને ફસાવવાની મોડ્સ ઓપરેન્ડી

ભરૂચમાં લવ જેહાદનો વધુ એક મામલો સામે આવ્યો છે. મુસ્લિમ શખ્શે યુવતી સમક્ષ હિન્દુ નામ ધારણ કરી મિત્રતા બાંધી તેની ઓથમાં શારીરિક તેમજ જાતીય શોષણ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.આરોપીની મંગેતર કરતૂતોનો ભાંડો ફોડી નાખતા પોલીસે ઘટના સંદર્ભે આરોપીની ધરપકડ કરી છે.

ભરૂચમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, સોશિયલ મીડિયાની મદદથી યુવતીને ફસાવવાની મોડ્સ ઓપરેન્ડી
| Updated on: Jan 06, 2024 | 7:09 AM
Share

ભરૂચમાં લવ જેહાદનો વધુ એક મામલો સામે આવ્યો છે. મુસ્લિમ શખ્શે યુવતી સમક્ષ હિન્દુ નામ ધારણ કરી મિત્રતા બાંધી તેની ઓથમાં શારીરિક તેમજ જાતીય શોષણ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીની મંગેતર કરતૂતોનો ભાંડો ફોડી નાખતા પોલીસે ઘટના સંદર્ભે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 5 જાન્યુઆરી 2024ના એક પરિવાર આપવીતી સાથે પહોંચ્યું હતું. આરોપી આદીલ અબ્દુલ પટેલ ઉ.વ-૨૫ રહેવાસી ચાવજ તા.જી. ભરૂચની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની સામે આવેલી હકીકત અનુસાર આદિલે પટેલે પોતાનો મુસ્લીમ ધર્મ છુપાવી ઇન્સ્ટાઆઇડી ઉપર “Arya patel ” હિન્દુ નામ ખોટુ ધારણ કરી સાચી હકીકતો છુપાવી અને ખોટી હકીકતો જણાવી ફરીયાદી મહિલા સાથે મિત્રતા બાંધી હતી. ફરીયાદી વિશે માહિતી મેળવી તેની મરજી વિરૂધ્ધ વારંવાર શારીરીક અડપલા તેમજ શારીરીક શોષણ કરી આપઘાતની ધમકી આપી 50 હજાર રૂપિયાની બળજબરી પુર્વક માંગણી કરી હેરાન પરેશાન કરતો હતો

મામલો પોલીસસુધી પહોંચતા પોલીસ ઇન્સ્પેકટર પી.ડી ઝણકાટ તરફ પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી ગણતરીના સમયમાં ચાવજ ગામ ખાતેથી આદીલ અબ્દુલ પટેલને ઝડપી પાડી ભરૂચ રૂરલ પો.સ્ટે. ખાતે લઈ આવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આ મામલામાં કેટલાક ચોંકાવનારા વિડીયો , ઓડિયો અને ફોટોગ્રાફ્સ પોલીસને મળ્યા છે. એક ઓડિયોમાં આદિલ ધમકી આપી રહ્યો છે તો બીજી તરફ તે વીડિયોમાં માફી માંગતો પણ નજરે પડ્યો છે. આરોપીનો તેની મંગેતરે જ ભાંડો ફોડી નાખ્યો હતો અને તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

ઘટનામાં બે હિન્દુવાદી નેતાઓએ પણ મામલો દબાવવા અને સમાધાન માટે ભૂંડી ભૂમિકા ભજવી હોવાની હકીકત પણ સામે આવી છે. આ બાબતની પોલીસ તપાસમાં પણ નોંધ લેવાઈ છે.

વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ તથા ભરુચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ દ્રારા જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તીઓ અટકાવવા તેમજ મહીલા વિરુદ્ધ બનતા શારીરીક તથા જાતીય શોષણના ગુનાઓ બાબતમા યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. નાયબ પોલીસ અધિક્ષક સી.કે પટેલ દ્વારા ઉપરીઓના માર્ગદર્શન હેઠળ ધ્યાન ઉપર આવેલા ગુનામાં કડક કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 5 જાન્યુઆરી 2024ના રોજ ગુ.ર.નં. 11199011240004/24 ઇ.પી.કો કલમ કલમ- ૩૭૬(૧), ૪૧૯, ૩૫૪(એ), ૩૫૪(ડી), ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા આઇ.ટી.એકટ કલમ- ૬૫ ડી મુજબના ગુનાના કામે આરોપી આદીલ અબ્દુલ પટેલ ઉ.વ-૨૫ રહેવાસી ચાવજ તા.જી. ભરૂચની ધરપકડ કરવામાં આવી છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">