અંકલેશ્વરના ટ્રાવેલ બેગ હત્યાકાંડનો આરોપી બાંગ્લાદેશના આતંકવાદી સંગઠનનો સભ્ય હોવાનો નીકળ્યો , રાજ્યની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની

હત્યાકાંડમાં પોલીસ તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. હત્યાના ગુના સબબ ઝડપાયેલ આરોપી અજોમ સમસુ શેખ બાંગ્લાદેશના આતંકી સંગઠન અન્સારૂલ્લા બાંગ્લા ટીમ – ABT નો સભ્ય હોવાનું બહાર આવ્યું છે. આ આતંકી સંગઠન અનેક ગંભીર અને ચિંતાજનક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે.

  • Updated On - 6:46 am, Wed, 21 July 21 Edited By: Ankit Modi
અંકલેશ્વરના ટ્રાવેલ બેગ હત્યાકાંડનો આરોપી બાંગ્લાદેશના આતંકવાદી સંગઠનનો સભ્ય હોવાનો નીકળ્યો , રાજ્યની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની
Ajom Samsu Sheikh

અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારમાં ત્રણ ટ્રાવેલ બેગમાં માનવ અંગ મળી આવવાના બનાવમાં ભરૂચ પોલીસે એક મહિલા સહીત ૪ લોકોની ધરપકડ કરી છે. ઘટનામાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. હત્યાના આરોપ હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી એક બાંગ્લાદેશના આતંકી સંગઠનનો સભ્ય હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

અંકલેશ્વર ખાતે એક વ્યક્તિની હત્યા કરી તેના શરીરના અંગ કાપી અલગ અલગ બેગમાં ભરી તેને અલગ અલગ જગ્યાએ ફેંકી દેવાની ઘટનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ચાર પૈકી ૩ આરોપીઓ બાંગ્લાદેશના હતા. જયારે એક સ્થાનીક રીક્ષા ચાલક સ્થાનિક હતો. આ તમમાં બાંગ્લાદેશીઓ ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુષણખોરી કરી હતી.

ટ્રાવેલ બેગ હત્યાકાંડમાં  આરોપીઓ
– લેસીના ઝાકીર અબ્દુલ મુલ્લા ઉ.વ. 37 રહે. હાલ- ૧૯૩ મંગલદીપ સોસાયટી મીરાનગર રાજપીપળા રોડ અંક્લેશ્વર
– મુફીસ મોહંમદ મુલ્લા ઉ.વ. 34 રહે. હાલ- બાપુનગર રાજપીપળા રોડ અંક્લેશ્વર
– અજોમ સમસુ શેખ ઉ.વ. 55 રહે.હાલ- લાલબજાર કોઠી વડાપડા રોડ અલ્લારખા ના મકાનમાં ભરૂચ તથા ગોયા બજાર અંક્લેશ્વર, ત્રણેય મૂળ બાંગ્લાદેશી
– નૌસાદ ઇદ્રીશ ખાન ઉ.વ .49 રીક્ષા ડ્રાઇવર હાલ રહેવાસી.અંકલેશ્વર બાપુનગર વોટર પ્લાન્ટ પાસે ભાડેથી તા.અંકલેશ્વર મુળ રહે. જમુઆ, બેલથરારોડ જી.બલીયા U.P

હત્યાકાંડમાં પોલીસ તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. હત્યાના ગુના સબબ ઝડપાયેલ આરોપી અજોમ સમસુ શેખ બાંગ્લાદેશના આતંકી સંગઠન અન્સારૂલ્લા બાંગ્લા ટીમ – ABT નો સભ્ય હોવાનું બહાર આવ્યું છે. આ આતંકી સંગઠન અનેક ગંભીર અને ચિંતાજનક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે. અને તે બાંગ્લાદેશમાં અલકાયદા પ્રેરિત ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ છે. વર્ષ ૨૦૧૬ તથા ૨૦૧૭ન સમયગાળા દરમિયાન અજોમ શેખ ગુજરાતથી બાંગ્લાદેશ ગયો હતો અને હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત આ શકશે અત્યારસુધી ચાર જેટલી હત્યામાં ભૂમિકા ભજવી હોવાનો ખુલાસો થયો છે. હાલ તો ગુજરાત પોલીસે આ આરોપીએ કોઈ આતંકવાદી પ્રવૃત્તિ ગુજરાતમાં કરી છે કે કેમ ઉપરાંત બાંગ્લાદેશના અન્સારૂલ્લા બાંગ્લા ટીમના અન્ય કોઈ આતંકવાદી ગુજરાતમાં આવેલ છે કે કેમ તે અંગેની તપાસ શરુ કરી છે.