Ankleshwar : યુનિયન બેંકમાં 44 લાખ રૂપિયાની ધાડના ગુનામાં લૂંટારૂઓને આશ્રય આપનાર સ્થાનિકની ધરપકડ કરાઈ

પોલીસની અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી, હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ખાતે આવેલ સારંગપુર વિસ્તારમાંથી રોકડ રૂપિયા ૩૭,૭૯,૧૩૦/- તથા પાંચ દેશી બનાવટના તમચા સાથે કુલ મુદામાલ ૩૩,૮૮,૮૩૦/- નો કબ્જે કરવામાં આવ્યો હતો સાથે કુલ-૮ આરોપીઓને અટક કરવામાં આવી હતી.

Ankleshwar : યુનિયન બેંકમાં 44 લાખ રૂપિયાની ધાડના ગુનામાં લૂંટારૂઓને આશ્રય આપનાર સ્થાનિકની ધરપકડ કરાઈ
Five unidentified armed robbers committed the robbery
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 8:03 AM

અંકલેશ્વર શહેરમાં ધોળા દિવસે 44 લાખ રૂપીયાની લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારૂઓને ગણતરીના સમયમાં ઝડપી પાડનાર ભરૂચ(Bharuch) જિલ્લા પોલીસે ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને ઝડપી પડ્યો છે. ધરપકડ કરાયેલ આરોપી શ્રીરામ મંડલે લૂંટારૂઓને આશ્રય આપ્યો હતો. લૂંટની ઘટનામાં અંકલેશ્વર શહેર પોલીસે ઈ.પી.કો. કલમ ૩૯૭, ૩૦૭, ૩૪૨. ૪૫૦, ૩૫૩, ૪૫૨, ૧૨૦(બી) તથા આર્મ્સ એકટ ક્લેમ ૫(૧)(એ), ૨૫(૧-બી)(એ). ૨૭(૧) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ વિગેરે મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ભરૂચ પોલીસના 1 DYSP , 8 PI અને 11 PSI સાથે 100 થી વધુ પોલીસકર્મીઓના કાફલાએ સારંગપુર વિસ્તારને ધમરોળી મોટી સંખ્યામાં બેનંબરી ગતિવિધિઓ ઝડપી પાડી હતી. આ ઘટનાના બે દિવસ બાદ આ વિસ્તરનો લૂંટના ગુનામાં સક્રિય આરોપી આજ વિસ્તારમાંથી ઝડપાઇ જતા મોટી સફળતા માનવામાં આવી રહી છે.

ધોળા દિવસે લાખોની લૂંટ થઇ હતી

ગત તારીખ તા.૦૪/૦૮/૨૦૨૨ ના રોજ સાંજે ચારેક વાગ્યાના સમયે પાંચ અજાણ્યા બુકાનીધારી લુટારૂઓ બે બાઇક ઉપર આવી અંક્લેશ્વર શહેરમાં પીરામણ નાકા પાસે આવેલ યુનિયન બેંકમાં બેંક કર્મચારીઓ તથા ગ્રાહકોને તમંચા બતાવી ભયભીત કરી બંધક બનાવી બેંકની તિજોરીમાંથી રોકડા રૂપિયા ૪૪,૨૪,૦૧૫/- થેલાઓમાં ભરી ધાડ કરી નાસી છૂટયા હતા. ઘટનાની માહિતી મળતા આ અતિગંભીર ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડાએ તાત્કાલીક ગુનો શોધી કાઢવા આપેલ સુચના આધારે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા ભરૂચ જીલ્લા એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ સ્કોડ તથા સ્થાનીક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી, હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ખાતે આવેલ સારંગપુર વિસ્તારમાંથી રોકડ રૂપિયા ૩૭,૭૯,૧૩૦/- તથા પાંચ દેશી બનાવટના તમચા સાથે કુલ મુદામાલ ૩૩,૮૮,૮૩૦/- નો કબ્જે કરવામાં આવ્યો હતો સાથે કુલ-૮ આરોપીઓને અટક કરવામાં આવી હતી.

લૂંટારૂઓને આશરો આપનાર ઝડપાયો

આ ગુનાની તપાસ આર.એચ.વાળા અંકલેશ્વર શહેર પોલીસ ઇન્સ્પેકટર નાઓ ચલાવી રહ્યા છે. આ ગુનામા મુખ્ય આરોપી દિવાકર ઉર્ફે ડીસ્કો પકડવાનો બાકી હોય તે દરમ્યાન બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે દિવાકર ઉર્ફે ડીસ્કો લુંટ કર્યા બાદ તેના મિત્ર સાલ મંડલ તથા શ્રીરામ મંડલએ આશરો આપેલ હતો જે બાતમી હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ તપાસ કરતા આરોપી શ્રીરામ મંડલ મળી આવ્યો હતો. શ્રીરામ  શ્યામસુંદર મંડલ ઉ.વ.ર૬ હાલ રહે. મ.નં.૧૬૯, સોનમ સોસાયટી, સારંગપુર અને  મુળ રહે.ભાગલપુર (બિહાર)ની તપાસ કરતા લુટમાં ગયેલ અસલ રોકડ રૂપિયા ૧,૪૦,૬૭૦/- મળી આવ્યા હતા . ગુનાનો મુખ્ય આરોપી દિવાકર ઉર્ફે ડીસ્કો લુંટ કર્યા બાદ સાહુલ સાથે શ્રીરામ મંડલના રૂમમાં રોકાયેલ બાદમાં આરોપી સાહુલ આ ગુનાના મુખ્ય આરોપી દિવાકરને વાપી મુકવા ગયો હતો તે હકીકત ધ્યાને આવેલ છે. આ ગુનાના આરોપી દિવાકર તથા સાહુલને પકડવાની તજવીજ હાથ ધરેલ છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

ગુનાનો ભેદ ઉકેલવામાં અંકલેશ્વર શહેર પો.સ્ટે ના પોલીસ ઇન્સપેક્ટર  આર.એચ.વાળા, પી.એસ.આઇ. એ.એસ ચૌહાણ સાથે એ.એસ.આઇ. કનકસિંહ, હે.કો. અજયભાઇ અને પો.કો. રીધ્ધીશભાઇ, બુધાભાઇ, કીશોરભાઇ, યુવરાજસિંહ, નૈલેશદાન, મહાવીરસિંહ, અનિલભાઇ, શામજીભાઇ નાઓ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">