ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં આગ ફાટી નીકળી , શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

આગ લાગવા પાછળ શોર્ટસર્કીટ જવાબદાર હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘટર્નાનાઈ ચોપડે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં આગ ફાટી નીકળી , શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
fire broke out in the transport company's godown

ભરૂચ જીઆઇડીસીમાં સવારના સુમારે ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. સ્થાનિકોના આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ નિષ્ફ્ળ જતા ૨ ફાયર ફાઈટર મદદે બોલાવાયા હતા જેણે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી નથી.

ભરૂચ જીઆઇડીસીમાં આવેલ રાજકોટ એસોસિએટ્સની ટ્રાન્સપોર્ટની ગોડાઉનમાં સવારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં ધુમાડા નીકળતા નજરે પડતા કર્મચારીઓ તપાસ માટે ગોડાઉન તરફ દોડી ગયા હતા. ગોડાઉનમાં પુઠ્ઠાં સહિતનો સમાન હોવાના કારણે ગણતરીના સમયમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉનના કર્મચારીઓ સાથે સ્થાનિકોએ પાણી અને રેતી સહિતનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરુ કાર્ય હતા પરંતુ તેમને સફળતા મેલિન હતી.

આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી જોખમી પરિસ્થિતિ ન સર્જે તે માટે તાત્કાલિક ફાયર બ્રગેડને મદદનો ક્રિઓલ અપાયો હતો. ફાયર સ્ટેશનમાંથી બે ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળ તરફ રવાના કરાયા હતા . ફાયરબ્રિગેડે આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. આગમાં કેટલું નુકશાન થયું છે તે અંગે ગોડાઉન સંચાલકો દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

આગ લાગવા પાછળ શોર્ટસર્કીટ જવાબદાર હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘટર્નાનાઈ ચોપડે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati