નડિયાદનો વેપારી પ્લાસ્ટિકના દાણાના સોદો કરવા આમોદ આવ્યો તો પોલીસે લૂંટી લીધો!!! ક્રાઈમ બ્રાન્ચે 5 ની ધરપકડ કરી, જાણો શું છે હકીકત

લોકલ ક્રાઇમ બ્રાંચ ભરૂચ તથા આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમ્યાન પો.સ.ઇ. આર.કે.ટોરાણી એલ.સી.બી.ભરૂચ તથા પો.સ.ઇ. એ જે કામળીયા આમોદ પો.સ્ટે.નાઓએ આછોદ ગામેથી છેતરપીંડી આચારનાર ગેંગના પાંચ સાગરીતો મળી આવ્યા હતા.

નડિયાદનો વેપારી પ્લાસ્ટિકના દાણાના સોદો કરવા આમોદ આવ્યો તો પોલીસે લૂંટી લીધો!!! ક્રાઈમ બ્રાન્ચે 5 ની ધરપકડ કરી, જાણો શું છે હકીકત
8 persons pretended to be police officers and extorted 15 lakhs in cash
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 7:50 AM

ભરૂચ જિલ્લાના આમોદના આછોદ ગામે નડિયાદના વેપારીને પ્લાસ્ટિકના દાણાના સોદા માટે બોલાવી 8 શખ્સોએ પોલીસની રેડનો સ્વાંગ રચી રોકડા 15 લાખ ખંખેરી લેતા મામલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 5 ભેજાબાજોની ધરપકડ કરી છે.ટોળકી સસ્તી કિંમતમાં સોદાના નામે લોકોને મિટિંગ માટે બોલાવી પોલીસ કે અન્ય સરકારી એજન્સીઓનો સ્વાંગ રચી દરોડાનો હાઉ ઉભો કરી ભોગ બનનારને ભગાડી મૂકે છે. આ લોકો ડીલના નામે કોરા ચેક લઈ બાદમાં તેને બાઉન્સ કરી કેસો કરવાની ધમકીઓ આપી પૈસા પડાવતા હતા. ટોળકીનો ગુનાહિત ભૂતકાળ તપાસવા પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.

પ્લાસ્ટિકના દાણાનો સોદો કરવા વેપારીને બોલાવ્યો

નડિયાદના પીપલગ ગામે રહેતા મૂળ રાજસ્થાની પ્રેમસિંગ રાજપુરોહિત બારદાનનો વ્યવસાય કરે છે. પ્રેમસિંગે આણંદના સુણાવ મોટી ભાગોળના પરિચિત મિત્ર પ્રકાશચંદ્ર પ્રજાપતિ સાથે રહી આમોદના આછોદ ગામે પ્લાસ્ટિકના દાણાનો સોદો કર્યો હતો. વેપારીને તેઓના મિત્રની ભરૂચના આમોદ તાલુકામાં આછોદમાં પ્લાસ્ટિકના દાણાની ફેકટરી હોવાનું કહ્યું હતું. આ લોકો સસ્તા ભાવે માલ અપાવવા માટે બાઇક ઉપર આછોદ આવ્યા હતા. આછોદના અન્ય ત્રણ ઠગો ખાલિદ, ઈમ્તિયાઝ અને હનીફ સાથે મુલાકાત કરાવી દાણાના સેમ્પલ બતાવ્યા હતા.

પોલીસના સ્વાંગમાં લૂંટ કરી

એક કિલોના 70 રૂપિયા ભાવ નક્કી કરી વેપારીએ 45 ટન ખરીદવાની તૈયારી બતાવી હતી. કુલ 30 લાખ ઉપરાંતની કિંમત સામે 20 લાખ રોકડા અને બાકી 10 લાખ પેટે બે  ચેક આપવાની દિલ નક્કી કરાઈ હતી. પ્લાસ્ટિકના દાણાની ડીલની નાણાંકીય લેતી-દેતી  ચાલતી હતી ત્યાં જ પોલીસ આવી  હોવાનું કહી સપ્લાયર નાસી ગયા હતા. વેપારી પાસે આવી કહેવાતા પોલીસે ઘરમાં આવી તમે અહીં બે નબરી ધંધા કરો છો તેમ કહી પ્રેમસિંગને છરો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વેપારીના હાથમાં થેલીમાં રહેલા રોકડા 15 લાખ, બે કોરા ચેક અને આધાર કાર્ડની નકલ લઈ તેને ભગાડી મુક્યો હતો. આઠેય લોકોએ તેની સાથે પૂર્વ યોજિત ષડયંત્ર રચી રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ આમોદ પોલીસ મથકે નોંધવાઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

લોકલ ક્રાઇમ બ્રાંચ ભરૂચ તથા આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમ્યાન પો.સ.ઇ. આર.કે.ટોરાણી એલ.સી.બી.ભરૂચ તથા પો.સ.ઇ. એ જે કામળીયા આમોદ પો.સ્ટે.નાઓએ આછોદ ગામેથી છેતરપીંડી આચારનાર ગેંગના પાંચ સાગરીતો મળી આવ્યા હતા.

ધરપકડ કરાયેલ  આરોપી

  •  ખાલીદ જાનુ વ્યાકુળ શીરૂ રહેવાસી. શીવાંઢ તા.નલીયા જી.કચક
  • ઇમ્તીયાઝ ઉર્ફ દેડકો અહેમદ પટેલ રહેવાસી. આછોદ ભીલવાડા ફળીયુ તા.આમોદ જી.ભરૂચ
  • હનીફ નીઝામ પઠાણ રહેવાસી, આછોદ મોટા પાદર તા.આમોદ જી.ભરૂચ
  • નાજીમ મહેબુબ હસન મલેક રહેવાસી આમોદ પુરસા મસ્જીદની સામે તા.આમોદ જી.ભરૂચ
  • સાજીદ સંકીત અહેમદ ઇદ્રીશી હાલ રહેવાસી. આોદ તા.આમોદ જી.ભરૂચ મુળ રહેવાસી, (ઉત્તરપ્રદેશ)

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">