ભરૂચ જીલ્લામાં 220 કેશ ક્રેડીટ અરજીઓને મંજૂર કરવામાં આવી, મંત્રી મનીષા વકીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

ભરૂચ જીલ્લામાં 220 કેશ ક્રેડીટ અરજીઓને મંજૂર કરવામાં આવી, મંત્રી મનીષા વકીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
Cash credit camp organized

આ પ્રસંગે ભરૂચ જિલ્લામાં આવેલા વિવિધ સખીમંડળ તથા સ્વસહાય જૂથોના લાભાર્થીઓને કેશ ક્રેડીટ લોન મંજૂરીના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું . તથા અત્યાર સુધી ગ્રામ સંગઠનને આપેલ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ ( CIF ) તથા વિવિધ બેન્કોના બ્રાંચ મેનેજરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Jun 23, 2022 | 8:25 AM

ભરૂચ(Bharuch)માં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પ(Cash credit camp)નું આયોજન કરાયું  હતું. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને દિનદયાળ અંત્યોદય યોજના અંતગર્ત રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વ સહાય જૂથો માટે બેંક લિકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી  ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી પ્રાસંગિક ઉદ્બોધનમાં મંત્રી મનીષાબેન વકિલ કહ્યું હતું કે  મહિલા સશકિતકરણ તથા બહેનોના સ્વાસ્થ્યની ચિંતા સરકારે કરી છે. માતૃત્વ ધારણ કર્યા પછીના એક હજાર દિવસ સુધી  રાશન લાભ આપવાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતેથી કરાવી હતી. પોષણ સુધા યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રો દ્વારા સર્ગભ તથા ધાત્રી બહેનોને એક ટાઈમનું જમવાનું મળે છે.

ભરૂચ જીલ્લામાં નવી 220 જેટલી કેશ ક્રેડીટ અરજીઓને મંજૂર કરવામાં આવી છે. અલગ અલગ યોજના થકી બહેનોને પ્રોત્સાહન આપવા તેમજ આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે . બહેન – દિકરીના ઉત્કર્ષ માટેના પ્રયત્નો થકી ગુજરાત દેશના બીજા રાજ્યોને દિશા બતાવી રહ્યું છે . આ ઉપરાંત મંત્રીએ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના બહેનોને આર્થિક રીતે ઉન્નત કરવાના સરહાનીય પ્રયત્ન બદલ પ્રશંસા કરી હતી .

bahruch

આ પ્રસંગે નાયબ મુખ્યદંડક શ્રી દુષ્યંતભાઇ પટેલે  જણાવ્યું હતું કે સ્વ સહાય ગૃપને અંદાજિત રૂપિયા 256 લાખની આર્થિક મદદ કરીને આત્મનિર્ભર બનાવવા માતબર ફાળો આપ્યો છે . અનેક યોજના છેવાડા માનવી સુધી કેવી રીતે પહોંચે એ માટે સરકાર સતત કટિબદ્ધ છે . આ માટે સરકારશ્રીએ અમલમાં મુકેલ અટલ પેન્શન યોજના , પ્રધામંત્રીશ્રી સુરક્ષા વીમા યોજના , પ્રધામંત્રીશ્રી જીવન જ્યોત યોજના થકી આપણા તથા આપણા પરિવારની આર્થિક તથા સામાજિક રીતે સુરક્ષિત બન્યું છે . આ ઉપરાંત તેમણે પશુ સંવર્ધન માટે વેક્સિનેશન થકી પશુઓના સ્વાસ્થયની દરકાર રાજ્ય સરકાર લઈ રહી છે તેમ જણાવ્યું હતું .

આ પ્રસંગે ભરૂચ જિલ્લામાં આવેલા વિવિધ સખીમંડળ તથા સ્વસહાય જૂથોના લાભાર્થીઓને કેશ ક્રેડીટ લોન મંજૂરીના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું . તથા અત્યાર સુધી ગ્રામ સંગઠનને આપેલ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ ( CIF ) તથા વિવિધ બેન્કોના બ્રાંચ મેનેજરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ , નગરપાલિકા પ્રમુખ  અમિત ચાવડા , જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરિયા , જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી , જિલ્લા કલેકટર  તુષાર સુમેરા , જિલ્લા વિકાસ અધિકારી યોગેશ યૌધરી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  સી ની લતા વગેરે અધિકારીશ્રીઓ અને પધાધિકારી  તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા .

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati