ભરૂચ વીડિયો : પોસ્ટર લગાડી “હું તો લડીશ” કહેનાર ફૈસલ પટેલ બેકફૂટ પર? ઉમેદવારીનો નિર્ણય INDIA ગઠબંધન પર છોડ્યો
ભરૂચ : કોંગી દિગ્ગ્જ અહેમદ પટેલના રાજકીય વારસા માટે તેમના પુત્ર અને પુત્રી આમને -સામને જણાઈ રહયા છે. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલના ટિકિટના દાવા બાદ પુત્ર ફૈસલ પટેલે પોસ્ટર લગાડી કહ્યું છે "હું તો લડીશ" પણ હવે તે પણ બેકફૂટ આવ્યા છે.
ભરૂચ : કોંગી દિગ્ગ્જ અહેમદ પટેલના રાજકીય વારસા માટે તેમના પુત્ર અને પુત્રી આમને -સામને જણાઈ રહયા છે. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલના ટિકિટના દાવા બાદ પુત્ર ફૈસલ પટેલે પોસ્ટર લગાડી કહ્યું છે “હું તો લડીશ” પણ હવે તે પણ બેકફૂટ આવ્યા છે.
ડેડીયાપાડા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપનાર ફૈસલ પટેલ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારીને લઈ બેકફૂટ આવ્યા છે. મક્ક્મતાથી પોસ્ટર લગાડી “હું તો લડીશ” કહેનાર ફૈસલ હવે કહે છે કે ઉમેદવારીનો નિર્ણય INDIA ગઠબંધન કરશે.
ફૈસલ પટેલે ડેડીયાપાડા ખાતે આદિવાસી સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ આ નિવેદન આપ્યું હતું.
Input Credit : Vishal Pathak, Narmada
