ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી 30.50 ફૂટ પર પહોંચી છે. જો કે નદીની જળસપાટીમાં આંશિક ઘટાડો થયો છે. પરંતુ હજુ નદી તેની ભયજનક સપાટીથી 6 ફૂટ ઉપર વહી રહી છે, ત્યારે કિનારે આવેલા ઘાટ પાણીમાં ગરકાવ થયા છે. બીજી તરફ હજુ પણ નદીના પાણીથી 20થી વધુ ગામો પ્રભાવિત થયા છે. જેની સાથે NDRFની બે ટીમને ભરૂચમાં સ્ટેન્ડબાય રખાઈ છે. NDRFની ટીમના 50 જવાનો ભરૂચમાં તૈનાત છે. સતત આ ટીમ પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કરી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાતના વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO