ભરૂચમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

ભરૂચમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

ભરૂચમાં આજે સાંજે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. અચાનક વાતાવરણમાં પ્લટા બાદ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ભરૂચ-અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ભરૂચના સેવાશ્રમરોડ, પાંચબત્તી, કસક અને લાલબજાર ખાદી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી.

Bharuch ma vavajoda sathe dodhmar varsad thi nichanvala vistar ma pani bharaya

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વાવઝોડા અને ગાજવીજ સાથે વરસતા વરસાદમાં વીજળીના ચમકારા સાથે ગડગડાટ સતત સાંભળતા હતા. લાલબજાર ખાડી વિસ્તારમાં અચાનક આવેલા વરસાદી પાણીના તેજ પ્રવાહે સ્થાનિકોમાં ચિંતા જન્માવી હતી. જો કે વરસાદ ધીમો પડતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati