Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભરૂચ જિલ્લામાં જમીન સંપાદનના મામલે સરકાર સામે લડી રહેલા નવ ગામડાઓના ખેડૂતોની જીત થઈ છે. હાઈકોર્ટે ખેડૂતોના પક્ષમાં ચુકાદો આપતા રાજ્ય સરકારને 3 મહિનામાં અને તે પણ બે ગણું વળતર ચુકવવાનો હુકમ કર્યો છે. મહત્વનું છે કે જમીન સંપાદનમાં આ નવ ગામડાઓને શહેરી વિસ્તારના ગણીને ઓછું વળતર ચૂકવવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. જેને હાઈકોર્ટે ફગાવ્યો છે.
જમીન સંપાદન મામલે ભરૂચ જિલ્લાના 9 ગામના ખેડૂતોને હાઈકોર્ટે રાહત આપી છે. મહત્વનું છે કે, બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં આ નવ ગામડાઓને શહેરી વિસ્તારના ગણીને ઓછું વળતર ચૂકવવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. જેની સામે હાઈકોર્ટે 3 મહિનામાં ખેડૂતોને બે ગણુ વળતર ચૂકવવા રાજ્ય સરકારને હુકમ કર્યો છે. હાઈકોર્ટના ચુકાદાથી ભરૂચ જિલ્લાના આ નવ ગામડાઓના ખેડૂતોની જીત થઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો