ભરૂચ જિલ્લો ચાર મુખ્ય યોજનામાં 100 ટકા લાભાર્થીઓને આવરી લેનાર દેશનો પ્રથમ જિલ્લો બન્યો, PM Narendra Modi વર્ચ્યુલી લાભનું વિતરણ કરશે

ભરૂચ જિલ્લો ચાર મુખ્ય યોજનામાં 100 ટકા લાભાર્થીઓને આવરી લેનાર દેશનો પ્રથમ જિલ્લો બન્યો, PM Narendra Modi વર્ચ્યુલી લાભનું વિતરણ કરશે
Tushar Sumera - Collector, Bharuch

સમગ્ર ગુજરાત માટે ગૌરવ ગણી શકાય એવી ઘટના ભરૂચમાં આકાર લેવા જઇ રહી છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ તેની ઉત્કર્ષ પહેલ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાયોજિત ચાર મુખ્ય યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લીધા છે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

May 11, 2022 | 8:38 AM

ભરૂચ(Bharuch) જિલ્લો ચાર મુખ્ય યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લેનાર દેશનો પ્રથમ જિલ્લો બન્યો છે. 4 યોજનામાં કુલ 13,000 કરતા પણ વધુ લાભાર્થીઓને આગામી 12 રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાભોનું વર્ચ્યુલી વિતરણ કરશે. રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા બહેનોને નાણાંકીય સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાના લાભ અપાશે. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ આ  કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે.

સમગ્ર ગુજરાત માટે ગૌરવ ગણી શકાય એવી ઐતિહાસિક ક્ષણ  ભરૂચમાં આકાર લેવા જઇ રહી છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની  ઉત્કર્ષ પહેલ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાયોજિત ચાર મુખ્ય યોજનામાં 100 ટકા લાભાર્થીઓને આવરી લીધા છે. દેશના અન્ય કોઇ જિલ્લામાં આટલી અસરકારક  કામગીરી કરવામાં આવી નથી. જિલ્લા વહીવટીતંત્ર અનુસાર  4 યોજનામાં કુલ 13,000 કરતા પણ વધુ લાભાર્થીઓને આગામી 12 મે ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરશે.

સફળતા અંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું કે રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા બહેનોને નાણાંકીય સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસ હાથ ધરાયા છે . લાભ માટે પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને આપવા માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ રમેશ ગાબાણી સહિત અન્ય ઉધોગકારોના સહયોગથી ઉત્કર્ષ પહેલ હાથ ધરવામાં આવી છે.

વિવિધ સ્થળે  કેમ્પ યોજી  યોજનામાં જરૂરી દસ્તાવેજો માટે સાથ સહકાર આપવામાં આવ્યા હતા. ફોર્મ ભરવાની કાર્યવાહી અહીંથી શરૂ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રના અથાક પ્રયત્નોને પરિણામ સ્વરૂપ માત્ર ત્રણ માસમાં 13,000 કરતા વધુ લાભાર્થીઓને તેમાં આવરી લેવામાં આવ્યા છે.

વહીવટી તંત્રએ હેલ્પલાઇન ઉપરાંત ગ્રામપંચાયતના પદાધિકારીઓ અને સરકારી કર્મયોગીઓની મદદથી ગામોમાં સર્વે  કર્યો હતો. લક્ષયાંક હાંસલ કરવા માટે એક અનોખી યોજના શરૂ કરાયા હતી . જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા લાભાર્થીઓને શોધી  તેના લાભો મંજૂર કરાવવા મદદરૂપ બનનાર  વ્યક્તિને ₹250 ઇનામ આપવાનું  શરૂ કરવામાં આવ્યું હતું. આવા મદદગારોને ₹8 લાખના ઇનામો આપવામાં આવ્યા હતા. એક સપ્તાહ માટે ઇનામની રાશી બમણી કરી ₹500 જાહેર કરવામાં આવી પણ એક પણ લાભાર્થી મળ્યા નહી. એટલે નક્કી કરાયું કે 100 ટકા લાભાર્થીઓને આવરી લેવામાં સફળતા મળી છે. દેશના અન્ય કોઇ જિલ્લામાં આવી રીતે સો ટકા લાભાર્થીઓને કવર કરવામાં આવ્યા નથી.

કલેક્ટરેએ કહ્યું હતું કે વડાપ્રધાન ભરૂચ જિલ્લા સાથે વર્ચ્યુઅલી જોડવાના છે તે જિલ્લા માટે ગૌરવની વાત છે. જરૂરતમંદોને સહાય કરવાથી સમગ્ર વહીવટી તંત્રને કાર્યસંતોષ મળ્યો છે. પત્રકાર પરિષદમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના અગ્રણી પ્રવીણ તેરૈયા, નિવાસી અધિક કલેક્ટર જે. ડી. પટેલ ઉપરાંત મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati