ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપુરાને બે વર્ષની સજા અને 2.97 કરોડનો દંડ કલોલ કોર્ટે ફટકાર્યો, જમીનનાં દસ્તાવેજ સામે આપેલો ચેક બાઉન્સ થતા સજા
ચેક રિટર્ન થવાના કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપુરાને બે વર્ષની સજા અને 2.97 કરોડનો દંડ કલોલ કોર્ટે ફટકાર્યો છે. વર્ષ 2016માં મિત્રની રાજકોટ સ્થિત જમીન વેચવાના નામે દેવજી ફતેપુરાએ જમીન ખરીદનાર પાસેથી રૂપિયા 1 કરોડ 48 લાખ 50 હજાર રૂપિયા મેળવ્યા હતા જોકે જમીનનો દસ્તાવેજ ન થઇ શકતા દેવજી ફતેપુરાએ પ્રભાતસિંહ ઠાકોરને રકમ પરત […]
ચેક રિટર્ન થવાના કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપુરાને બે વર્ષની સજા અને 2.97 કરોડનો દંડ કલોલ કોર્ટે ફટકાર્યો છે. વર્ષ 2016માં મિત્રની રાજકોટ સ્થિત જમીન વેચવાના નામે દેવજી ફતેપુરાએ જમીન ખરીદનાર પાસેથી રૂપિયા 1 કરોડ 48 લાખ 50 હજાર રૂપિયા મેળવ્યા હતા જોકે જમીનનો દસ્તાવેજ ન થઇ શકતા દેવજી ફતેપુરાએ પ્રભાતસિંહ ઠાકોરને રકમ પરત કરવા માટે ચેક આપ્યો હતો. જોકે આ ચેક રિટર્ન થતા ભોગ બનનાર પ્રભાતસિંહે વર્ષ 2016માં ફરિયાદ દાખલ કરાવી હતી જે કેસ કોર્ટમાં ચાલી જતા કલોલ કોર્ટે પૂર્વ સાંસદ દેવજી ફતેપુરા સામે કડક વલણ અપનાવ્યું અને 2 વર્ષની કેદ સાથે 2.97 કરોડનો દંડ ફટકાર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો