રાજકોટનુ બેડી માર્કેટયાર્ડ 1થી16 ઓગસ્ટ સુધી બંધ
કોરોનાના વધતા જતા કેસને ધ્યાને રાખીને રાજકોટના બેડી માર્કેટયાર્ડે આગામી ઓગસ્ટ મહિનામાં સોળ દિવસ માટે બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં શ્રાવણ મહિનાના અનેક તહેવારો પણ આવી રહ્યાં છે અને કોરાનોનુ સંક્રમણ ફેલાવાનો ભય પણ રહેલો છે આ બન્ને કારણોસર બેડી માર્કેટયાર્ડ 1થી16 ઓગસ્ટ સુધી બંધ રહેશે. બંધ દરમિયાન ખેત પેદાશની લે […]
કોરોનાના વધતા જતા કેસને ધ્યાને રાખીને રાજકોટના બેડી માર્કેટયાર્ડે આગામી ઓગસ્ટ મહિનામાં સોળ દિવસ માટે બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં શ્રાવણ મહિનાના અનેક તહેવારો પણ આવી રહ્યાં છે અને કોરાનોનુ સંક્રમણ ફેલાવાનો ભય પણ રહેલો છે આ બન્ને કારણોસર બેડી માર્કેટયાર્ડ 1થી16 ઓગસ્ટ સુધી બંધ રહેશે. બંધ દરમિયાન ખેત પેદાશની લે વેચ નહી કરાય.