ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો ટ્રેન્ડ બદલાયો, બુટલેગરો અપનાવી રહ્યા છે નવી તરકીબ

રાજસ્થાનમાંથી મોટાપાયે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે, બનાસકાંઠાની ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગમાં દારૂ ઘુસાડવાની નવી રીત સામે આવી છે. અગાઉ બુટલેગરો ચોરી તેમજ જૂની ગાડીઓનો ઉપયોગ કરી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હતા પણ હવે આ તરકીબ અપનાવી રહ્યા છે

ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો ટ્રેન્ડ બદલાયો, બુટલેગરો અપનાવી રહ્યા છે નવી તરકીબ
ડીસા રૂરલ પોલીસે 10 લાખના દારૂ સાથે 2ને ઝડપી લીધા
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Jan 31, 2022 | 12:49 PM

રાજસ્થાનમાંથી મોટાપાયે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે. બનાસકાંઠાની ચેકપોસ્ટ ઉપર પોલીસનું સઘન ચેકીંગ હોય છે ત્યારે હવે દારૂ ઘુસાડવાની નવી રીત સામે આવી છે. અગાઉ બુટલેગરો ચોરી તેમજ જુની ગાડીઓનો ઉપયોગ કરી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હતા પણ હવે આ તરકીબ અપનાવી રહ્યા છે.

ડીસા રૂરલ પોલીસે ઇનોવા કારની ઝડપી તપાસ કરતા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઈનોવા કારમાંથી ઝડપાયો. અગાઉ બુટલેગરો ચોરી તેમજ જુની ગાડીઓનો ઉપયોગ કરી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ હવે પોલીસને ચકમો આપવા માટે મોંઘીદાટ કારનો ઉપયોગ કરતા થયા છે.

ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે જનરલ કોમ્બીંગ નાઇટમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. પોલીસ ટીમે ત્વરીત કાર્યવાહી કરી બે લક્ઝરીયસ (ઇનોવા) કારમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

પોલીસે બંને કારમાંથી વિદેશી દારૂના ટીનની 110 પેટી તથા છુટક 10 બોટલ મળી કુલ ૨૪૯૪ નંગ બોટલ/ટીન કિંમત રૂ.10,02,800/- તથા 2 મોબાઇલ ફોન તથા ઇનોવા કાર મળી કુલ કિ.રૂ.30,12,800/- ના મુદામાલ સાથે બે આરોપીઓ રવિન્દ્ર માંનારામ ધુડારામ વિશ્નોઇ અને કિશનલાલ ગેનારામ અચળારામ જાટને પકડી પાડ્યા છે.

આરોપીઓની એકબીજાની મદદગારીથી હરીયાણા તથા રાજસ્થાન રાજ્યમાં બનાવાયેલા પરમીટ વગરના ગેરકાયદેસરના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના જથ્થાને ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્રનો પાર્દાફાશ કરી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથધરી છે.

લકઝરીયસ કારમાં હવે વિદેશી દારૂની ખેપ શરૂ થઈ

નાઈટ પેટ્રોલીંગ દરમિયાન મોટાભાગે પોલીસ સામાન્ય વાહનો તેમજ ટ્રક રોકાવતી હોય છે. લક્ઝરિયસ કાર સમાજના પ્રતિષ્ઠિત અને ધનાઢ્ય લોકો ઉપયોગમાં લેતા હોઈ આ પ્રકારની કાર પોલીસ ઓછી રોકાવતી હોય છે. જેનો લાભ લઇ દારૂના બુટલેગર હવે ગુજરાતમાં દારૂ ઘુસાડવાની માટે લક્ઝરિયસ કારનો ઉપયોગ કરતા થયા છે. એક જ રાતમાં બે અલગ અલગ ઈનોવા કારમાંથી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલો ઝડપાતા સવાલો ઉભા થયા છે. ડીસા રૂરલ પોલીસે લક્ઝરિયસ ઈનોવા કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતા એક વાત સ્પષ્ટ બની છે કે ગુજરાતમાં દારૂ ઘુસાડવાની માટે હવે લકઝુરિયસ કારનું ઉપયોગનો કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Surat: બે અઠવાડિયામાં કોરોનાના કેસોની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો, કન્ટેઈન્મેન્ટ ઝોન 600થી ઘટીને 126 થયા

આ પણ વાંચોઃ કિશન ભરવાડ હત્યા: અમદાવાદ પોલીસે લોકોને સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ ન મુકવા કરી અપીલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">