
Threat of water shortage rises as dams dry up in Banaskantha
BANASKANTHA : વરસાદની આ શરૂ સિઝનમાં બનાસકાંઠા જીલ્લાના એકપણ ડેમમાં નવુ પાણી નથી આવ્યું.એકપણ ડેમમાંથી અત્યારે સિંચાઈ કરી શકાય તેટલું પણ પાણી આપી શકવાની કગાર પર નથી.તો નહિવત વરસાદ વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાય છે.. ત્યારે જીલ્લામાં નિહવત વરસાદથી જળ સંકટ ઘેરાયું છે અને ખાલીખમ ડેમથી ખેડૂતો સહિત સ્થાનિકો પાણી માટે વલખા મારી રહ્યા છે.
દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર એ બનાસકાંઠા જિલ્લામાં ત્રણ મોટા જળાશયો છે, ચિંતાજનક વાત એ છે કે આ ત્રણેય જળાશયોમાં વરસાદના નવા નીર આવ્યાં જ નથી. બનાસકાંઠા જિલ્લાનો દાંતીવાડા ડેમ એ બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાય છે, જે હાલ ખાલીખમ જેવો ભાસે છે. દાંતીવાડા ડેમમાં અત્યારે માત્ર 8 ટકા પાણી છે, જો વરસાદ નહીં પડેતો સિંચાઈ માટે પાણી મળવાની પણ કોઈ શક્યતા નથી.
આ પણ વાંચો : CHANDRAYAN-2ના નિર્માણમાં ગુજરાતની મહત્વની ભૂમિકા, જામનગરમાં બનાવાયેલા મશીનથી બનશે અવકાશયાનના પાર્ટ્સ
આ પણ વાંચો :GANDHINAGAR : જુનિયર ડોકટરોની હડતાળને પગલે DyCM નીતિની પટેલે બોલાવી મહત્વની બેઠક, લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય