અંબાજીમાં પીએમ મોદીની મુલાકાતને તૈયારીઓ શરૂ, કલેકટરે અધિકારીઓ સાથે બેઠક યોજી

ગુજરાતમાં (Gujarat)નવરાત્રી(Navratri 2022)દરમ્યાન પીએમ મોદીની(PM Modi)મુલાકાતને લઈને રાજયભરમાં તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અંબાજી(Ambaji)મુલાકાતને લઇને વહીવટીતંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે

અંબાજીમાં પીએમ મોદીની મુલાકાતને તૈયારીઓ શરૂ, કલેકટરે અધિકારીઓ સાથે બેઠક યોજી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી ગબ્બરમાં કરશે દર્શન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 7:01 PM

ગુજરાતમાં (Gujarat) નવરાત્રી(Navratri 2022)દરમ્યાન પીએમ મોદીની(PM Modi)મુલાકાતને લઈને રાજયભરમાં તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અંબાજી (Ambaji) મુલાકાતને લઇને વહીવટીતંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમને ગરિમાપૂર્ણ બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના કરી છે. પીએમ મોદીની મુલાકાતને લઇને કલેકટરએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ અંબાજી આવવાના છે. જેના પગલે વિવિધ વિભાગો અને અધિકારીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે માર્ગદર્શન અપાયું હતું. જેમાં કલેકટરએ કાર્યક્રમ સ્થળે સુશોભન, વીજ પુરવઠો, મહાનુભાવો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા, સાફ-સફાઈની કામગીરી, આરોગ્ય વિષયક વ્યવસ્થાઓ, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી.

વડાપ્રધાનના કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓ શરુ

બનાસકાંઠાના અંબાજીના ચીખલા ખાતે વડાપ્રધાન મોદીના આગમનને લઇને વહીવટી તંએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. 30 સપ્ટેમ્બર વડાપ્રધાન મોદી અંબાજીમાં માતાજીના દર્શન કરશે. બાદમાં વડાપ્રધાન મોદીની ચીખલા ખાતે વિશાળ જંગી સભા યોજાશે. જેને લઈને પ્રથમ વખત વિશાળ જર્મન એલ્યુમિનિયમ હેંગર ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. વિશાળ ડોમની પહોળાઈ 330 ફૂટ અને લંબાઈ 1000 ફૂટ છે. આ વિશાળ ડોમમાં અંદાજીત 35 હજાર લોકો બેસી શકશે. વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત મોદી અંબાજી આવી રહ્યા છે.

GMDC ખાતે નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપે તેવી સંભાવના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્યારે PM મોદી અમદાવાદના GMDC ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે. પીએમ મોદી નવરાત્રી મહોત્સવમાં અંબાજી માતાની આરતી પણ ઉતારશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં નવરાત્રી મહોત્સવમાં પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ વર્ષે ફરી તેઓ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી શકે છે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

નવરાત્રીમાં જ મેટ્રો ટ્રેનની આપશે ભેટ

નવરાત્રીમાં વડાપ્રધાન મોદી અમદાવાદીઓને મેટ્રોની ભેટ આપશે. વડાપ્રધાન મોદી પાંચમા નોરતાએ એટલે કે 30 સપ્ટેંમ્બરે મેટ્રોના બંને રૂટને લીલી ઝંડી આપશે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અમદાવાદ મેટ્રોને CMRS એટલે કે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટીની મંજુરી મળી ગઈ છે. ફેઝ-1માં પૂર્વથી પશ્ચિમ છેડાને જોડતા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થશે. જ્યારે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીના રૂટને પણ PM મોદી લીલી ઝંડી આપશે. હેલ્મેટ સર્કલ પાસેથી વડાપ્રધાન ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. વડાપ્રધાન મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે એવી પણ શક્યતા જણાઈ રહી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">