રાહત: બનાસ મેડીકલ કોલેજમાં જ થશે હવે Mucormycosisના દર્દીઓના ઓપરેશન, 37 લાખના ખર્ચે મશીનો વસાવ્યા

કોરોના (Corona virus) મહામારી બાદ રાજ્યભરમાં મ્યુકોર માઈકોસીસ (Mucormycosis)ના વધતા કેસને લઈને લોકો ભયમાં છે. મહાનગરોમાં મ્યુકોર માઈકોસીસની મોંઘી સારવારના કારણે ગ્રામીણ વિસ્તારોમાં અનેક લોકો સારવાર કરાવી શકતા ન હતા. જે વચ્ચે બનાસવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. બનાસ મેડીકલ કોલેજ (Banas Medical College)સંલગ્ન સિવિલ હોસ્પિટલ પાલનપુરમાં હવે મ્યુકોર માઈકોસીસના ઓપરેશન માટેની સુવિધા ઉપલબ્ધ […]

રાહત: બનાસ મેડીકલ કોલેજમાં જ થશે હવે Mucormycosisના દર્દીઓના ઓપરેશન, 37 લાખના ખર્ચે મશીનો વસાવ્યા
Mucormycosisના દર્દીઓના ઓપરેશન માટે 37 લાખના ખર્ચે મશીનો વસાવવામાં આવ્યા.
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Jun 02, 2021 | 6:30 PM

કોરોના (Corona virus) મહામારી બાદ રાજ્યભરમાં મ્યુકોર માઈકોસીસ (Mucormycosis)ના વધતા કેસને લઈને લોકો ભયમાં છે. મહાનગરોમાં મ્યુકોર માઈકોસીસની મોંઘી સારવારના કારણે ગ્રામીણ વિસ્તારોમાં અનેક લોકો સારવાર કરાવી શકતા ન હતા. જે વચ્ચે બનાસવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. બનાસ મેડીકલ કોલેજ (Banas Medical College)સંલગ્ન સિવિલ હોસ્પિટલ પાલનપુરમાં હવે મ્યુકોર માઈકોસીસના ઓપરેશન માટેની સુવિધા ઉપલબ્ધ થઈ છે.

જેથી હવે બનાસકાંઠામાં ઘર આંગણે મ્યુકોર માઈકોસીસના દર્દીઓને સારવાર મળી રહેશે. કોરોના મહામારીથી જ બનાસ મેડિકલ કોલેજ જિલ્લા માટે સંજીવની બની છે. કોરોનાની પ્રથમ લહેરથી લઈ અત્યાર સુધી અનેક કોરોના દર્દીઓને સારવાર આપી બનાસ મેડિકલ કોલેજે જીવનદાન આપ્યું છે. કોરોના મહામારી બાદ મ્યુકોર માઈકોસીસના કેસમાં વધારો થયો હતો. જે માટે જીલ્લામાં સારવાર ક્યાંય ઉપલબ્ધ ન હતી.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

જે બાબતને ગંભીરતાથી લઈ બનાસ ડેરીના ચેરમેન અને પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરીના નિયામક મંડળ દ્વારા મ્યુકોર માઈકોસીસની સારવાર માટેના સાધનો ખરીદવા માટે નિર્ણય કરવામાં આવ્યો. જે સાધનો બનાસ મેડિકલ કોલેજમાં આવી જતાં આજે જીલ્લામાં પ્રથમ મ્યુકોર માઈકોસીસનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.

મ્યુકોર માઈકોસીસ માટે બનાસ મેડીકલ કોલેજના ENT વિભાગમાં 37 લાખના ખર્ચે સ્ટાઈકટ કેમેરા, એન્ડોસ્કોપ, ઓઈ મશીન, બેરા મશીન, ડીઝીટલ માઈક્રો ડીબાઈટર અને માઈક્રો મોટર સેટના મશીન બનાસ મેડીકલના ENT વિભાગમાં લાવવામાં આવ્યા છે. આ અત્યાધુનિક મશીનરી દ્વારા હવે જીલ્લાના મ્યુકોર માઈકોસીસ દર્દીઓને બનાસ મેડીકલ કોલેજમાં જ સારવાર મળી રહેશે.

આજે આ મશીનરીના ઉપયોગ થકી મ્યુકોર માઈકોસીસના દર્દીનું ઓપરેશન બનાસ મેડીકલ કોલેજના ENT વિભાગ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આ અંગે બનાસ મેડીકલ કોલેજના પ્રમુખ પી જે ચૌધરીએ જણાવ્યું હતું કે મ્યુકોર માઈકોસીસની સારવાર હવે બનાસ મેડીકલ કોલેજમાં દર્દીઓને મળી રહેશે. ચેરમેન શંકરભાઈ ચૌધરી સતત પ્રયત્નશીલ હતા કે બનાસ મેડીકલ કોલેજમાં કોરોનાની જેમ મ્યુકોર માઈકોસીસની સારવાર પણ ઉપલબ્ધ થાય.

જે માટે બનાસ ડેરીના નિયામક મંડળના દ્વારા સર્વાનુમતે નિર્ણય લઈ ગંભીર ગણાતી મ્યુકોર માઈકોસીસના સાધનોની ખરીદી કરવામાં આવી. જેથી આજે જીલ્લામાં મ્યુકોર માઈકોસીસ સારવાર માટેની સુવિધા ઉપલબ્ધ થઈ છે. જે જીલ્લાવાસીઓ માટે કપરાકાળમાં આશાનું એક કિરણ બની છે.

આ પણ વાંચો: Swaminarayan Sanstha: સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા 3 કરોડનાં દાનનો ચેક કચ્છી લેવા પટેલ સમાજને અર્પણ કરાયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">