BANASKANTHA : ડીસામાં ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીની ભવ્ય રેલી યોજાઈ, ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું

રોડ-શોમાં હજારોની સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને પ્રજાજનોએ ઉપસ્થિત રહીને ઠેર ઠેર ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને ઉમળકાભેર આવકારી સ્વાગત સત્કાર કર્યુ હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 10:08 PM

BANASKANTHA : બનાસકાંઠા જિલ્લામાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનો બે દિવસનો પ્રવાસ આજે 7 નવેમ્બરે પુરો થયો. તેમણે આજે નવા ડીસા અને જૂના ડીસાનાં વિવિધ સ્થળે કાર્યકર્તાઓંને, મિત્રોને મળ્યાં અને વડીલોના આશિર્વાદ પણ લીધા. આજ રોજ ડીસાના પનોતા પુત્ર અને ગુજરાત રાજ્યના યુવાન ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું ડીસા ખાતે ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને જિલ્લા-તાલુકાના આગેવાનો સાથે સ્વાગત કરવામા આવ્યું.ત્યારબાદ ડીસા નગરના વિવિધ રાજ-માર્ગો પર ભવ્ય રોડ-શૉ યોજાયો.જેમા હજારોની સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને પ્રજાજનોએ ઉપસ્થિત રહીને ઠેર ઠેર ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને ઉમળકાભેર આવકારી સ્વાગત સત્કાર કર્યુ હતું.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની રેલી યોજાઈ. રેલી દરમિયાન ઠેર-ઠેર યુવાનો અને વિવિધ સમાજના આગેવાનોએ હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું.આ રેલીમાં સાંસદ પરબત પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડિયા સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા. ગૃહ રાજ્યપ્રધાને ડીસા શહેર ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું.

ડીસામાં સુરેન્દ્રનગર એન્કાઉન્ટર મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મુન્ના નામના આરોપી પર 86 ગુનાઓ રજીસ્ટર હતા, જેમાંથી 59 ગુનાઓમાં તે વૉન્ટેડ હતો.આરોપી ગામમાં ઘુસેલો છે તેવી માહિતી પોલીસને મળી હતી. મુન્નાની પત્ની પર 6 ગુનાઓ છે, જેમાંથી ગુજસીટોકના ગુનામાં તે જેલમાં છે.મુન્નાનો સાળો પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે, અને હત્યાના ગુનામાં જેલમાં છે.તાડપત્રી નામથી તેમની ગેંગ હતી, જેના 17 જેટલા સાગરિત જેલમાં છે.

આ પણ વાંચો : જાણો સુરેન્દ્રનગરમાં એન્કાઉન્ટર કરનાર PSI જાડેજા વિશે, જેમની ગેડિયા ગેંગમાં ધાક છે

આ પણ વાંચો : અઢી વર્ષની બાળકીની હત્યા!, સુરતના વડોદ ગામમાંથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">