કોરોનાને કારણે અંબાજીમાં જગદંબાના પ્રાગટ્ય દિવસની નહીં થાય ધામધૂમથી ઉજવણી

દર વર્ષે પોષી પૂનમના દિવસને જગદંબાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 28 જાન્યુઆરીએ પોષી પૂનમ છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને અંબાજીમાં પૂનમની ધામધૂમથી ઉજવણી ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • tv9 webdesk37
  • Published On - 18:23 PM, 23 Jan 2021
Jagdamba's manifestation day will not be celebrated in Ambaji due to corona

દર વર્ષે પોષી પૂનમના દિવસને જગદંબાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 28 જાન્યુઆરીએ પોષી પૂનમ છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને અંબાજીમાં પૂનમની ધામધૂમથી ઉજવણી ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે 28 જાન્યુઆરીએ પોષી પૂનમ છે અને દર વખતની જેમ જ આ દિવસને મા અંબાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવશે. ગજરાજ ઉપર માતાજીની વિશાળ શોભાયાત્રા નિકાળવામાં આવે છે પણ આ વખતે અંબાજી મંદિરમાં 111 કલાક પહેલાં ચાચર ચોકમાં થતાં મહાશક્તિ યજ્ઞમાં માત્ર 25થી 30 યજમાનોની હાજરીમાં પૂજા વિધિ કરવામાં આવશે.

 

ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડલાઈન મુજબ મંદિરમાં દર્શન કરી શકાશે. પોષી પૂનમે માં અંબાનો પ્રાગટ્યોત્સવ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જ મનાવાવમાં આવશે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું કે, કોરોના મહામારીને કારણે માતાજીનો પ્રાગટ્યોત્સવ ભીડ એકઠી ના થાય તે માટે કારણે સાદગીથી ઉજવાશે. પૂનમે માતાજીના ચોકમાં વર્ષોથી થતાં મહાશક્તિ યજ્ઞમાં માત્ર 25થી 30 યજમાનો હાજર રહેશે અને એની પૂજા વિધિ પણ કોરોનાની ગાઈડલાઈન મુજબ કરવામાં આવશે.

 

જ્યારે માતાજીની શોભાયાત્રા, નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા, સુખડી વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ મોકૂફ રખાયા છે. જોકે પૂનમે માઈભક્તો માતાજીના દર્શનથી વંચિત ન રહી જાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈન મુજબ મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે. ધાર્મિક પરંપરા મુજબ જ ગબ્બર ઉપરથી જ્યોત લાવીને તેની આરતી કરવામાં આવશે. તદ્ઉપરાંત ચાચર ચોકમાં સામાજીક અંતર સાથે મહાશક્તિ યજ્ઞ કરવામાં આવશે. જેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

 

આ પણ વાંચો: ભાજપનો કાર્યકર ચુંટણી માટે તૈયાર, અમે ડંકાની ચોટ પર જીતીશું : સી.આર.પાટીલ