Ambaji માં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, લાખો કિલો પ્રસાદ બનાવાની કામગીરી શરૂ

અંબાજી(Ambaji) મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હજારો નહીં પણ લાખો કિલોની માત્રામાં પ્રસાદ બનાવની રોજિંદી કામગીરી શરુ કરી છે..અહીંયા એક દિવસમાં અંદાજિત 3500 કિલો પ્રસાદ બનાવામાં આવે છે.

Ambaji માં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, લાખો કિલો પ્રસાદ બનાવાની કામગીરી શરૂ
Ambaji Prasad Preparation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 4:36 PM

ગુજરાતના(Gujarat)બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં(Ambaji)બે વર્ષ બાદ ભાદરવી પુનમનો મેળો(Bhadarvi Poonam Melo) ભરાવા જઈ રહ્યો છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે..આ વખતે અંબાજી મંદિરે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે..એટલુ જ નહીં અંબાજી દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓમાં મોહનથાળના પ્રસાદની મોટી માંગ રહેતી હોય છે. આ માંગને પહોંચી વળવા તંત્ર દ્વારા પ્રસાદની(Prasad) આગોતરું આયોજન કરી પૂરતા પ્રમાણમાં શ્રદ્ધાળુઓને શુદ્ધ અને સાત્વિક પ્રસાદ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

મેળા દરમિયાન 3 લાખ 60 હજાર કિલો પ્રસાદ બનાવાશે

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હજારો નહીં પણ લાખો કિલોની માત્રામાં પ્રસાદ બનાવની રોજિંદી કામગીરી શરુ કરી છે..અહીંયા એક દિવસમાં અંદાજિત 3500 કિલો પ્રસાદ બનાવામાં આવે છે.મેળા દરમિયાન 3 લાખ 60 હજાર કિલો પ્રસાદ બનાવાશે.તેના ત્રણ પ્રકારના 40 લાખ જેટલા પેકેટ તૈયાર કરવામાં આવશે.જેના માટે કારીગરો સાથે 400 ઉપરાંત મજુરો સતત કામગીરી કરી રહ્યા છે.. ખાસ કરીને શુધ્ધ અને ગુણવત્તા સભર પ્રસાદ મળી રહે તે માટે ફુડ અને ડ્રગ વિભાગ દ્વારા ચકાસણી પણ કરવામાં આવે છે.મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોવાથી પ્રસાદ વિતરણ માટે અલગ અલગ નવ જેટલા વધારાના સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે. જ્યારે ફરાળી ચીકીના 3 લાખ જેટલા પ્રસાદની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

શ્રાવણ માસ થી શક્તિપીઠ અંબાજીમા ચીકીના પ્રસાદ નું પણ આયોજન

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસ થી શક્તિપીઠ અંબાજીમા(Ambaji)  હવે શ્રધ્ધાળુઓ ને પ્રસાદ સ્વરૂપે ચીકી મળવાની શરૂઆત થઈ છે. માં અંબા ના દર્શને આવતા દર્શનાર્થીઓ અંબાજીમા  માં અંબા ના પ્રસાદ સ્વરૂપે મોહનથાળ લઈ જતા હોય છે પરંતુ હવે પવિત્ર શ્રાવણ માસ અને ભાદરવી અને નવરાત્ર ને ધ્યાને રાખી ચીકીના(Chikki) પ્રસાદ નું પણ આયોજન કરાયું હતું. માં અંબાના ચરણોમાં શીશ નમાવવા લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે પવિત્ર શ્રાવણ માસમાં પણ અનેક શ્રદ્ધાળુ આવે છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

જોકે ઉપવાસ દરમિયાન આ શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે ધ્યાનમાં રાખીને પવિત્ર શ્રાવણ માસથી પ્રસાદ કેન્દ્રો પર ચિકી નો પ્રસાદ તરીકે આપવાનું આયોજન કરાયું છે જોકે શ્રદ્ધાળુઓ ચીકીનો પ્રસાદ ચાચર ચોકમાં જ આરોગી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે સાથે સાથે આ ચીકીના પ્રસાદની કિંમત પણ સોમનાથ મંદિરની જેમ ૨૫ રૂપિયા રાખવામાં આવશે જેથી શિવ અને શક્તિનો પ્રસાદ એક જ સ્વરૂપે અને એક જ કિંમતે મળી રહે

(With Input, Chirag Agrawal ,Ambaji) 

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">